Baroda SportsCity Sports

વડોદરામાં ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં માનુષ શાહ ટીમનું શાનદાર પ્રદર્શન

વડોદરા (SportsDiary.in) : 11 સ્પોર્ટસ 64મી નેશનલ સ્કુલ ગેમ્સ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની શરૂઆત વડોદરા ખાતે સમા ઇંડોર સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં થઇ ગઇ છે. આ ચેમ્પિયનશિપમાં જુનિયર બોયઝ અને યુથ બોયઝ કેટેગરીનાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો છે. આ ટુર્નામેન્ટની શરૂઆતમાં ગુજરાતના યુવા સ્ટાર ખેલાડી માનુષ શાહનું બહુમાન કરવામાં આવ્યું હતું.

જેમાં અંડર 19ની માનુષ શાહની બોયઝ ટીમ નોક આઉટ સ્ટેજમાં ક્વોલિફાય થઇ હતી. આ ટીમે જમ્મુ-કાશ્મીરની ટીમને 3-0થી, ડીએવી કોલેજ મેનેજીંગ કમિટીને 3-0થી અને આંધ્ર પ્રદેશની ટીમને પણ 3-0થી હરાવી હતી. આંધ્ર પ્રદેશ સામે માનુષ શાહે શાનદાર પ્રદર્શન કરતા હરીફ ખેલાડી કુશલ કુમાર ચિકાતીને 3-0થી હરાવ્યો હતો.

Tags
Show More

Related Articles