Ahmedabad SportsBaroda SportsCity SportsOther Cities SportsRajkot SportsSurat Sports

અમદાવાદની ડિઝાયર ક્રિકેટ એકેડેમી આવતીકાલ માટે યુવા ક્રિકેટરો તૈયાર કરી રહી છે

4 જુલાઇ, (SportsDiary.in), અમદાવાદ : ભારતમાં ક્રિકેટને બીજો ધર્મ માનવામાં આવે છે. ત્યારે ગુજરાત રાજ્યમાં પણ ક્રિકેટને લઇને લોકોમાં ઘણું જનુન જોવા મળે છે. એવામાં અમદાવાદ શહેરમાં એસ.જી. હાઇવે સ્થીત ચાલી રહેલી ડિઝાયર ક્રિકેટ એકેડેમી યુવા ખેલાડીઓને ક્રિકેટમાં કારકિર્દી બનાવવા માટે તૈયાર કરી રહી છે. ડિઝાયર ક્રિકેટ એકેડેમીમાં હેડ કોચ કેવિન અને તેમના સાથીદાર કોચ અમદાવાદ શહેરના યુવા ખેલાડીઓને ક્રિકેટનું પ્રાથમીક જ્ઞાન આપી રહ્યા છે.

Photo Source : SportsDiary.in

મહત્વની વાત એ છે કે આ  ડિઝાયર ક્રિકેટ એકેડેમી શહેરની અને ગુજરાતની પહેલી ક્રિકેટ એકેડેમી છે જ્યા યુવા ક્રિકેટરો માટે ડાયરી સિસ્ટમ રાખવામાં આવી છે. જ્યા બાળકો પોતે એકેડેમીમાં શું શિખ્યા અને શું ભુલો કરી અને તે ભુલો સુધારવા માટે શું કર્યું તે પોતે જાતે લખે છે. જેથી જ્યારે આ યુવા ક્રિકેટરો મોટા ખેલાડી બને ત્યારે તેમને કરેલી ભુલો ફરી ન થાય તે ખ્યાલ રહે છે. તો બીજી તરફ એકેડેમીના હેડ કોચ કેવિન સર બાળકો માટે ડાયટ માટેની પણ માહિતી આપે છે અને જરૂર પ્રમાણે ડાયટ માટેનો પ્લાન પણ બનાવી આપે છે.

Photo : SportsDiary.in

મહત્વની વાત એ છે કે આ ડિઝાયર ક્રિકેટ એકેડેમીને અમદાવાદની સ્વરાજ સ્પોર્ટસ ઓર્ગેનાઇઝેસન મેનેજ કરી રહી છે અને તે એકેડેમીમાં આવતા બાળકોના માતા-પિતા, એકેડેમીના હેટ કોચ કેવિન સર સાથે સંપર્કમાં રહે છે. જેના કારણે બાળકોના પરીવારને પણ ખ્યાલ રહે કે તેમનું બાળક ક્રિકેટમાં શું કરી રહ્યું છે અને કેટલું શીખી રહ્યું છે.

Tags
Show More

Related Articles