Ahmedabad SportsCity Sports

અંકિતા રૈનાએ કારકિર્દીનું 10મું ITF સિંગલ્સ ટાઇટલ જીત્યું

Ahmedabad (SportsDiary.in) : ભારતની મહિલા ટેનિસ સિંગ્લસમાં ટોચની ખેલાડી મુળ અમદાવાદની અંકિતા (Ankita Raina) રૈનાએ ફરી રાજ્ય અને દેશને ગૌરવ અપાવ્યું છે. હાલમાં જ થાઈલેન્ડમાં રવિવારે રમાયેલી 25,000 ડોલરની ઇનાની રાશીની ITF ટુર્નામેન્ટની ફાઇનલમાં ક્લો પૈકેને હરાવીને વર્ષનું પહેલું અને (Ankita Raina) કારકિર્દીનું 10મું ITF સિંગલ્સ ટાઇટલ જીત્યું છે. ઉલ્લેખનીય છે કે અંકિતા રૈના ગુજરાતનું ગૌરવ છે અને આ સિદ્ધી મેળવીને તેણે રાજ્યનું નામ આંતરરાષ્ટ્રીય કક્ષાએ રોશન કર્યું છે.

અંકિતા રૈનાએ કારકિર્દીનું 10મું ટાઇટલ જીત્યું
ITF સિંગ્લસની આ ટુર્નામેન્ટની ફાઇનલમાં અંકિતાએ ફ્રાન્સની ચોથી ક્રમાંકીત ક્લો પૈકેને બે સીધા સેટોમાં 6-3 અને 7-5 થી માત આપીને આ ટાઇટલ પર કબ્જો કર્યો હતો. તમને જણાવી દઇએ કે આ જીત સાથે તેણે વર્ષ 2020ની શરૂઆત સતત બે ટાઇટલ જીત સાથે કરી છે. અંકિતાની ક્લો પૈક સામે આ પહેલી જીત હતી. આમ તેણે ITF સિંગ્લસનું ટાઇટલ જીત્યા બાદ તેણે પોતાની કારકિર્દીમાં કુલ 10મું ટાઇટલ જીત્યું હતું. આ પહેલા અંકિતા રૈનાએ નેધરલેન્ડની બિબિએન સ્કુફ્સની સાથે મળીને ડબલ્સનું ટાઇટલ પણ પોતાના નામે કર્યું હતું.

આ પણ વાંચો : અમદાવાદનું ગૌરવ અંકિતા રૈનાએ એશિયન ગેમ્સમાં કાસ્ય પદક જીત્યો

ફરી અધુરૂ રહ્યું ગ્રાન્ડ સ્લેમ રમવાનું સપનું
અમદાવાદની અંકિતા રૈનાનું આ વર્ષે પણ ફરી ગ્રાન્ડ સ્લેમમાં રમવાનું સપનું અધુરૂ રહી ગયું હતું. વર્ષના પહેલા ગ્રાન્ડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપનમાં અંકિતા રૈના ક્વોલિફાય રાઉન્ડમાં જ હારીને બહાર થઇ ગઇ હતી. ભારતની મહિલા સિંગલ્સમાં પહેલી ક્રમાંકિત અંકિતા રૈના ક્વોલિફાય રાઉન્ડમાં બુલગેરીયાની વિક્ટોરીયા ટોમોવા સામે હારી હતી. વિક્ટોરીયાએ 2-6 અને 6-7 (2) થી અંતિતા રૈનાને હરાવીને તેનું ઓસ્ટ્રેલિયા ઓપન ગ્રાન્ડ સ્લેમ રમવાનું સપનું તોડ્યું હતું. જોકે બંને ખેલાડીઓએ મજબુત લડત આપી હતી અને આ મેચ 1 કલાક 47 મીનીટ સુધી ચાલી હતી. આ મેચ હારવા પાછળ ઘણા કારણોમાંનું મુખ્ય કારણ અંકિતાએ ધીમી શરૂઆત કરી હતી.

Tags
Show More

Related Articles