Ahmedabad SportsCity Sports

ફુટબોલ પ્રેમીઓ માટે ખુશખબર : અમદાવાદ ચેમ્પિયન્સ લીગની ચોથી સીઝની થઇ જાહેરાત

18 ઓગષ્ટ, (SportsDiary.in), અમદાવાદ : ભારતમાં હવે ક્રિકેટ બાદ જો કોઇ રમત લોકપ્રિય થઇ રહી છે તો તે ફુટબોલ છે. તેવી જ રીતે ગુજરાત રાજ્યમાં પણ હવે મોટા પ્રમાણમાં ફુટબોલની રમત બાળકોથી લઇને મોટા લોકોમાં લોકપ્રિય થઇ રહી છે. જેને ધ્યાને લઇને અમદાવાદ શહેરમાં છેલ્લા 3 વર્ષથી અમદાવાદ ચેમ્પિયન્સ લીગનું સફળ આયોજન થઇ રહ્યું છે. શહેરમાં સ્પોર્ટસ ક્ષેત્રે પોતાનું આગવું નામ ધરાવતી જગરનોટ કંપની અમદાવાદ ચેમ્પિયન્સ લીગનું આયોજન કરી રહી છે. આ ચેમ્પિયન્સ લીગની 3 સીઝનનું સફળ આયોજન કર્યા બાદ હવે જગરનોટ ફુટબોલ ચાહકો માટે ફરી ચોથી સીઝનનું આયોજન લઇને આવી રહી છે.

જગરનોટે અમદાવાદ ચેમ્પિયન્સ લીગની ચોથી સીઝનની જાહેરાત કરી દીધી છે. પહેલી ત્રણ સીઝનનો કરાર પુરો થયા બાદ હવે ફરીથી ત્રણ સીઝનનો કરાર કરવા માટે રાજ્યની અલગ અલગ કંપનીઓને પોતાની ટીમ બનાવવા માટે આમંત્રણ આપવામાં આવ્યું છે. અમદાવાદ ચેમ્પિયન્સ લીગમાં ચોથી સીઝનથી 10 ટીમોને સ્થાન આપવામાં આવ્યું છે. જેમાં ટીમોની માલિકી નક્કી થયા બાદ ટીમના ખેલાડીઓ માટે ઓક્શન કરવામાં આવશે.

ટુર્નામેન્ટના આયોજકનું શું કહેવું છે…
જોકે ટુર્નામેન્ટના આયોજક સાથે વાત કરતા જણાવ્યું છે કે આ વખતે વધુ આકર્ષક અને રોમાંચક કક્ષાએ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવશે. તો આ વખતે ટીમમાં રમનાર ફુટબોલ ખેલાડીઓને ટીમ તરફથી સેલેરી પણ ગત સીઝન કરતા વધુ આપવામાં આવશે. આયોજકે વધુમાં કહ્યું હતું કે અમદાવાદ ચેમ્પિયન્સ લીગની ચોથી સીઝનમાં વિજેતા ટીમ અને રનર્સ અપ ટીમને અને અન્ય ટીમોને આપવામાં આવતા ઇનામોની જાહેરાત ટુંક સમયમાં કરવામાં આવશે.

અમદાવાદ ચેમ્પિયન્સ લીગની બીજી સીઝનમાં ઓરોરા ટીમ ચેમ્પિયન બની હતી જ્યારે ગણેશ લાયન્સ ટી રનર્સ અપ ટીમ રહી હતી. તો ગત સીઝન 3માં SK યુનાઇટેડ ટીમ ચેમ્પિયન રહી હતી જ્યારે કુવરજી ટીમ રનર્સ અપ રહી હતી.

ગુજરાત રાજ્યમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટીની તમામ જાણકારી મેળવવા માટે અમને Subscribe કરો : www.SportsDiary.in

Tags
Show More

Related Articles