Ahmedabad SportsCity Sports

અમદાવાદ : ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપનું આયોજન ગુલમોહર ક્લબ ખાતે થશે

Ahmadabad (SportsDiary.in) : ગુજરાત (Gujarat) છેલ્લા ઘણા સમયથી સ્પોર્ટ્સ ખેત્રે આગળ વધી રહ્યું છે. રાજ્યના અનેક શહેરોમાં અનેક રમતની ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. તેમાં ટેબલ ટેનિસ (Table Tennis) ની રમત વધુ અગ્રેસર બની છે અને અવાર નવાર ટુર્નામેન્ટનું આયોજન કરીને ટેબલ ટેનિસની રમતમાં ખેલાડીઓને વધુ યોગ્ય માહોલ આપીને રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચાડવા માટે યોગ્ય માહોલ પુરો પાડવામાં આવે છે. ત્યારે અમદાવાદ (Ahmedabad) માં ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ તા. 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ત્રીજી અમદાવાદ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનુ આયોજન કરી રહી છે. આ ચેમ્પિયનશિપ મારફતે ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ઓપન કેટેગરીમાં જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. અભિલાષ રાવલ પણ ધૈર્ય અને અક્ષિતને ટક્કર આપવા માટે તૈયાર છે. મેન્સ વિભાગમાં મુકાબલા રસપ્રદ રહેવાની શક્યતા છે. વિમેન્સ વિભાગમાં મુકાબલા એકતરફી રહે તેવી સંભાવના છે.

અમદાવાદની માહોર ટેકવાન્ડો ક્લબના ખેલાડીઓએ 8 ગોલ્ડ સહીત 18 મેડલ જીત્યા
તો શહેરમાં થતી અન્ય રમતોની વાત કરીએ તો અમદાવાદમાં હાલમાં જ શહેરના ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આઠમી જિલ્લા સ્તરની ટેકવાન્ડો સ્પર્ધા યોજાઈ હતી. જેમાં માહોર ટેકવાન્ડો ક્લબના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. આ બાળકોએ ટેકવાન્ડોની ટ્રેનિંગ કૃણાલભાઈ માહોર અને સ્મિતભાઈ પટેલ પાસેથી મેળવી છે.

Tags
Show More

Related Articles