Ahmedabad SportsCity Sports

અમદાવાદની શર્લી શાહ સ્ટેટ અંડર 10માં રનર્સ અપ રહી

30 માર્ચ, (SportsDiary), અમદાવાદ : ગુજરાત સ્ટેટ રેન્કિંગ ટેનિસ ટુર્નામેન્ટની અંડર-10 કેટેગરીમાં અમદાવાદની શર્લી શાહ રનર્સ અપ રહી હતી. ફાઇનલમાં તેનો પ્રાચી રાણા સામે 1-9થી પરાજય થયો હતો.

શર્લીએ ટુર્નામેન્ટની અગાઉની મેચમાં શાનદાર દેખાવ કરીને ક્વાર્ટર ફાઇનલમાં પ્રિયા મિત્તલને 7-3થી અને સેમિફાઇનલમાં હિમાની ચિત્તોરાને 8-4થી હરાવી હતી.

જ્ચારે અન્ય ટુર્નામેન્ટમાં ગુજરાત સ્ટેટ રેન્કિંગ અંડર-12 ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદના વ્રજ ગોહીલે ટાઇટલ જીતી લીધું હતું. ફાઇનલમાં તેણે પોતાની શૈષ્ય ટેનિસ એકેડમીના સાથી યજ્ઞ પટેલને સીધા સેટમાં હરાવ્યો હતો. આ જ સ્થળે વ્રજે આ વર્ષે અંડર-12 અને અંડર-14 એમ બે ટાઇટલ જીત્યા હતા. યજ્ઞ પટેલ સામેની ફાઇનલમાં વ્રજનો 6-2, 6-4થી વિજય થયો હતો. વ્રજે અંડર-16માં પણ ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો જ્યાં પાર્થ દવે સામે તેનો 4-6, 4-6થી પરાજય થયો હતો. અગાઉતેણે સેમિફાઇનલમાં ઓમ અગ્નિહોત્રીને 9-0થી અને ક્વાર્ટર ફાઇનલમાં વ્યોમ શાહને 9-4થી હરાવ્યો હતો.

Tags
Show More

Related Articles