Ahmedabad SportsCity Sports

ખેલ મહાકુંભમાં અમદાવાદનો મોહિત ટેનિસમાં ચેમ્પિયન બન્યો

18 નવેમ્બર, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાત સરકાર દ્રારા પુરા રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત થઇ ગઇ છે. ત્યારે ટેનિસ રમતમાં અમદાવાદ શહેર માટે સારા સમાચાર આવી રહ્યા છે. અમદાવાદમાં આવેલ ખોખરા સ્પોર્ટસ કોમ્પલેક્ષ ખાતે ખેલ મહાકુંભમાં રાજ્ય કક્ષાની ટેનિસ રમતમાં શહેરનો મોહિત બોન્દ્રે ચેમ્પિયન બન્યો છે. આ ટુર્નામેન્ટમાં રાજ્યભરમાંથી 40 જેટલા યુવા ટેનિસ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ફાઇનલ મેચમાં અમદાવાદના મોહિત બોન્દ્રેએ અનિસ લાલને 6-3થી હરાવ્યો હતો.

આ પહેલા મોહિતે સેમી ફાઇનલ મેચમાં હીરક વોરાને 6-4થી હાર આપીને ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. તો ફાઇનલમાં રનર્સ અપ રહેનાર અનિસ લાલે સેમી ફાઇનલ મેચમાં અર્જુન કુંડુને 6-2થી હરાવ્યો હતો. કાંસ્ય પદકની મેચમાં હીરક વોરાએ 6-0થી અર્જુન કુંડુને હરાવ્યો હતો. મોહિત બોન્દ્રે ગુજરાત સ્પોર્ટસ ઓથોરીટીના માર્ગદર્શન હેઠળ છેલ્લા ઘણા સમયથી સારૂ પ્રદર્શન કરી રહ્યો છે.

Tags
Show More

Related Articles