Ahmedabad SportsCity Sports

અમદાવાદની સ્ટાર આકાંક્ષા ભાનનો ઓસ્ટ્રેલિયન ઓપનમાં અભિયાનનો અંત

સિડની : અમદાવાદની જુનિયર ટેનિસ સ્ટાર ગર્લ આકાંક્ષા ભાનનો ઓસ્ટ્રેલિયન ઓપન ગર્લ્સ વિભાગના પ્રથમ રાઉન્ડમાં ચાઇનીઝ તાઈપેઈની જોના ગારલેન્ડે ૭-૬(૭-૨), ૬-૦થી પરાજય આપતાં બહાર થઈ ગઈ હતી. પ્રથમ સેટમાં આકાંક્ષાએ સારી શરૂઆત કરતાં ૪-૨ની લીડ મેળવી હતી. પરંતુ ગારલેન્ડે સર્વિસ બ્રેક કરતાં ૪-૪ની બરાબરી કરી લીધી હતી. તે પછી બંને ૫-૫ અને ૬-૬ની બરાબરી પર રહી હતી. ટાઈ બ્રેકરમાં પહોંચેલા પ્રથમ સેટમાં ગારલેન્ડે ૭-૨થી જીત પ્રથમ સેટ જીતી લીધો હતો. બીજા સેટમાં ગારલેન્ડે આકાંક્ષાને મેચમાં પરત ફરવાની એકેય તક આપ્યા વિના ત્રણ વખત સર્વિસ બ્રેક કરતાં ૬-૦થી સેટ જીતી બીજા રાઉન્ડમાં જગ્યા બનાવી હતી. આ ઉપરાંત આકાંક્ષા અને જાપાનની સકુરા હોસોગીની જોડીને ગર્લ્સ ડબલ્સમાં સિમોના વોલ્ટ અને ઝિયુ વાંગની જોડીએ ૬-૧, ૭-૬થી હરાવી બહાર કરી દીધી હતી.

અમદાવાદની આકાંક્ષા ભાન છેલ્લા ઘણા સમયથી દેશમાં ટેનીસની રમતમાં શાનદાર પ્રદર્શન કરી રહી છે અને તેના પ્રદર્શનને કારણે જ તે ઓસ્ટ્રેલિયા ઓપનના મુખ્ય ડ્રોમાં પહોચી શકી હતી. ટેનીસની રમતમાં કારકિર્દી બનાવવા ઇચ્છતા દરેક ખેલાડીઓનું સપનું ગ્રાંડ સ્લેમમાં રમવાનું હોય છે અને તે સપનું જોતી આકાંક્ષા ભાને પુરૂ કર્યું હતું અને તેના સપનાને પુરુ કરવામાં તેની સાથે હંમેશા ઉભા રહેનાર અને સચોટ માર્ગદર્શન આપનાર તેના કોચ શ્રીમલ ભટ્ટની મહેનતને પણ બીરદાવવા જેવી છે. કોચ શ્રીમલ ભટ્ટ આકાંક્ષા ભાન સાથે રહ્યા છે અને તેને ઓસ્ટ્રેલિયા ઓપનમાં તેની સાથે ઓસ્ટ્રેલિયા જઇને તેને દરેક ક્ષણે તેને પ્રોત્સાહન પુરૂ પાડી રહ્યા હતા.

ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભારતના અભિયાનનો અંત
વર્ષના પહેલા ગ્રાંડ સ્લેમ ઓસ્ટ્રેલિયા ઓપનમાં સોમવારે ભારતના સ્ટાર ટેનીસ ખેલાડી રોહન બોપન્ના અને દિવિજ શરણ પોત પોતાની મેચમાં હારી જતાં ટુર્નામેન્ટમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો. આ પહેલા વિશ્વના સ્ટાર ભારતીય ટેનીસ ખેલાડી લિએંડર પેસ અને પુરવ રાજાની જોડી રવિવારે ડબલ્સની મેચમાં હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર થઇ ગયા હતા.

ઓસ્ટ્રેલિયા ઓપનમાં રોહન બોપન્ના ફ્રાંસના ખેલાડી એડુઅર્ડ રોજર વાસેલિન સામે પોતાની જોડી બનાવીને મેદાન પર ઉતર્યો હતો. રોહન બોપન્ના અને રોજર વાસેલિનની જોડીનો સામનો સોમવારે ઓસ્ટ્રિયાના ઓલિવર મારાક અને ક્રોએશિયાના માટે પાવિકની જોડી સામે થયો હતો. આ મેચ 2 કલાક સુધી ચાલી હતી જેમાં રોહન બોપન્નાની જોડી 4-6, 7-6(7-5), 3-6 થી હારી જતાં ટુર્નામેન્ટમાંથી બહાર ફેકાઇ ગયા હતા અને ઓસ્ટ્રેલિયા ઓપનમાં ભારતના અભિયાનનો અંત આવી ગયો હતો.

આ પહેલા સોમવારે રમાયેલી પુરૂષ ડબલ્સ મેચમાં શરણ પોતાના જોડીદાર રાજીવ રામ સાથે પોલેંડના લુકાસ્જ કુબોટ અને બ્રાજીલના માર્સેલો મેલોની જોડી સામે હારી ગયા હતા. શરણ અને રામની જોડીએ કુબોટ અને મેલોની જોડી સામે 6-3, 6-7 અને 4-6 થી હારનો સામનો કરવો પડ્યો હતો. જ્યારે લિએંડર પેસ અને રાજાની જોડી જુઆન સેબેસ્ટિયન કબાલ અને રોબર્ટ ફરાહની કોલંબિયન જોડી સામે 1-6, 2-6 થી ખરાબ રીતે હાર્યા હતા.

Tags
Show More

Related Articles