Ahmedabad SportsCity Sports

અમદાવાદ: મોટેરા સ્ટેડિયમમાં યોજાશે 24 ડિસેમ્બરે BCCI ની AGM, ગુજરાતમાં પહેલીવાર BCCI ની AGM થશે

22 ડિસેમ્બરે તમામ સભ્યોના RT-PCR ટેસ્ટ કરવામાં આવશે

Ahmedabad (SportsDiary.in) : ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) દ્વારા આવનારી વાર્ષિક જનરલ મીટિંગ એટલે કે AGM પોતાના મુખ્યાલય મુંબઇ નહીં પણ ગુજરાતના અમદાવાદ શહેરમાં વિશ્વના સૌથી મોટા સરદાર પટેલ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (Motera Stadium) માં યોજવાનો નિર્ણય કર્યો છે. ભારતીય ક્રિકેટ બોર્ડ 89 મી AGM 24 મી ડિસેમ્બરે પોતાના નિર્ધારીત તારીખે જ યોજશે. બોર્ડના સેક્રેટરી જય શાહે રાજ્ય ક્રિકેટ સંઘોને આ અંગેની જાણકારી તમામને આપી હતી.

જોકે હાલ રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતી સારી ન હોવાને કારણે ગુજરાત ક્રિકેટ એસોસિએશનના તમામ સભ્યો તથા વાર્ષિક સામાન્ય સભા (AGM) માં હાજર રહેનાર તમામ સભ્યોએ 22 ડિસેમ્બરના રોજ આરટી-પીસીઆર (RT-PCR) ટેસ્ટ કરાવવો પડશે. જેનો રીપોર્ટ 23 ડિસેમ્બરના રોજ આવ્યા બાદ રીપોર્ટ પ્રમાણે 24 ડિસેમ્બરના રોજ યોજાનારી BCCI ની AGM માં હાજર રહી શકશે.

તમને જણાવી દઇએ કે કોરોના વાયરસની મહામારીના કારણે આ પહેલા બોર્ડની AGM રદ્દ કરવામાં આવી હતી. ત્યારે આ વખતે સરકાર અને રાજ્ય સરકારની કોરોના વાયરસની ગાઇડલાઇનનું ચુસ્ત પણા પાલન કરવામાં આવશે. મહત્વનું છે કે મોટેરા સ્ટેડિયમ (Motera Stadium) માં આવતા વર્ષે ફેબ્રુઆરી અને માર્ચ 2021 માં ઇંગ્લેન્ડ સામે ભારત 2 ટેસ્ટ મેચ અને 5 ટી20 મેચની સીરિઝ રમશે.

મહત્વનું છે કે ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની 24 ડિસેમ્બરના રોજ યોજાનારી 89 મી AGM માં ઘણા મહત્વના નિર્ણય લેવાઇ શકે છે. જેમાં આવનારી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL) માં નવી ટીમ તરીકે અમદાવાદની ટીમ હોય શકે છે નહીં તેનો નિર્ણય પણ લેવાઇ શકે છે. તો આમદાવાદમાં રમાનાર ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ અને ટી20 સીરિઝ સમયે દર્શકોને સ્ટેડિયમમાં પ્રવેશને લઇને પણ વિચારણા કરવામાં આવશે.

આ પણ વાંચો : અમદાવાદમાં 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ, ઇંગ્લેન્ડ મોટેરામાં 2 ટેસ્ટ અને 5 ટી20 મેચ રમશે

તમને જણાવી દઇએ કે ગુજરાતમાં પહેલીવાર ભારતીય ક્રિકેટ બોર્ડ (BCCI) ની વાર્ષિક સામાન્ય સભાનું આયોજન થઇ રહ્યું છે. આ AGM અમદાવાદમાં વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ મોટેરા ક્રિકેટ સ્ટેડિયમ (Motera Stadium) માં યોજાશે. મોટેરા સ્ટેડિયમની બેઠક ક્ષમતા 1 લાખ 10 હજાર છે. જે હવે આંતરરાષ્ટ્રીય મેચ રમવા માટે તૈયાર થઇ ગયું છે અને 5 વર્ષ બાદ અમદાવાદમાં ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે આંતરરાષ્ટ્રીય મેચ રમાવા જઇ રહી છે.

Tags
Show More

Related Articles