City SportsOther Cities Sports

રવિવારથી ગાંધીધામ ખાતે કેડેટ અને સબ જુનિયર ટી.ટી. કોચિંગ કેમ્પ

ગાંધીધામ : થોડા દિવસ બાદ યોજાનારી 79મી કેડેટ અને સબ-જુનિયર રાષ્ટ્રીય અને આંતર-રાજ્ય ચૅમ્પિયનશિપ માટે ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિએશન (જી.એસ.ટી.ટી.એ.) તૈયારીઓમાં કોઈ કસર છોડવા નથી માંગતું.  જીએસટીટીએ ગયા મહિને રાજ્ય ચેમ્પિયનશીપ્સ પછી પસંદ કરેલી તેની ચાર ટીમો માટે એક સપ્તાહ લાંબા કોચિંગ કેમ્પ નું આયોજન કર્યું છે.

કચ્છ જિલ્લા ટેબલ ટેનિસ એસોસિએશનના ઇન્ડોર સ્ટેડિયમ ગાંધીધામ ખાતે રવિવાર (3 ડિસેમ્બર) ના રોજ કોચિંગ કેમ્પ ચાલુ થઇ રહ્યું છે.

79મી કેડેટ અને સબ-જુનિયર રાષ્ટ્રીય અને આંતર રાજ્ય ચૅમ્પિયનશિપ 2017 ગોવા ખાતે 14-19 ડિસેમ્બરના રોજ યોજાશે.

શિબિર માટે કેડેટ અને સબ જુનિયર બોયસ અને ગર્લ્સના ટોપ-ચાર ખેલાડીઓને આમંત્રણ અપાયું છે. જીએસટીટીએએ ચાર કોચની નિમણૂક કરી છેજે રાષ્ટ્રીય સ્પર્ધા માટે આ ખેલાડીઓને તૈયાર કરશે.

અમે રાષ્ટ્રીય ચૅમ્પિયનશિપની પહેલા આવી શિબિરોનું આયોજન કર્યું છેઅને તેઓએ અમને સારા પરિણામો આપ્યા છે. ગુજરાત ખાસ કરીને સબ જુનિયર બોયસ વિભાગમાં સારું પ્રદર્શન કરી રહ્યું છે. અમે ટીમ ઇવેન્ટમાં ગોલ્ડ અને સિલ્વર મેડલ જીત્યા છે અને આશા રાખીએ છીએ કે આ વર્ષે પણ સારો  દેખાવ ચાલુ રહેશે, “ શિબિરની પૂર્વસંધ્યાએ જીએસટીટીએના પ્રમુખ વિપુલ મિત્તરાએ જણાવ્યું હતું.

કેડેટ ગર્લ્સમાં પ્રથમ ક્રમાંકિત અને ભાવનગરની ઋત્વા કોઠારી અને સબ જુનિયર ગર્લ્સની બીજા ક્રમાંકિત સુરતની ફિલાઝહ કાદરી આવતા અઠવાડિયે વિજયવાડાખાતે ઇન્ટર સ્કુલ નેશનલ ચૅમ્પિયનશિપમાં ભાગ લેવા જઇ રહ્યા હોવાથી આ કેમ્પ માં ભાગ લઇ શક્યા.

આવા કેમ્પ યોજવાથી ગુજરાતના ખેલાડીઓને ખૂબ ફાયદો થયો છે. અહી નોધવું રહું કે૨૦૧૫માંટીમ ચૅમ્પિયનશિપમાં  ગુજરાત સબ જુનિયર બોયસ ટીમે ફાઇનલમાં મજબુત પીએસપીબીની ટીમને હરાવી હતી. મનુષ શાહ અને સોહમ પંડ્યા ગુજરાત માટે સ્ટાર પરફોર્મર રહ્યા હતા. પાછલા વર્ષે ૨૦૧૬માં, 78મી ચેમ્પિયનશિપમાંગુજરાત દિલ્હી સામે 1-3થી હાર્યા બાદ રનર-અપ થયું.

કેમ્પ માટે ટીમો:

કેડેટ બોયસ ટીમ : 1-અનુજ જોશી (અમદાવાદ), 2-માનસ કટારિયા (અમદાવાદ), 3-અરમાન શેખ (અરાવલ્લી), 4-મન જોશી (ભાવનગર)

કેડેટ ગર્લ્સ ટીમ :  2-જાન્યા પરીખ (અમદાવાદ), 3-ખુશી જાદવ (ભાવનગર), 4-ભૈરવી મિસ્ત્રી (ભાવનગર)

સબ જુનિયર બોયસ ટીમ : 1-ચિત્રાક્ષ ભટ્ટ (અમદાવાદ), 2-હર્ષિલ કોઠારી (ભાવનગર), 3-પ્રથમ મદલાની (વડોદરા), 4-અભિલાસ રાવલ (અમદાવાદ)

સબ જુનિયર ગર્લ્સ ટીમ: 1-નમના જૈસવાલ (ભાવનગર), 3-કૌશા ભૈરાપુરે (અમદાવાદ), 4-કવિષા પારેખ (ભાવનગર)

કોચ: જિજ્ઞેશ જયસવાલ (ભાવનગર)લવિના ભાર્ગવ (એસ.એ.જી.-ગાંધીનગર)ચિંતન ઓઝા (રાજકોટ)કુશલ સંગતાણી (અમદાવાદ)

Tags
Show More

Related Articles