City SportsOther Cities Sports

ચિત્રાક્ષે છટ્ઠી સ્ટેટ ટેબલ ટેનીસ ચૈમ્પિયનશિપ જીતી

ગાંધીધામ : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ એસોસિયેશનના ઉપક્રમે અહીંના કેડીટીટીએ ઇનડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી સ્ટેટ અને આંતર જિલ્લા ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ 2017માં મોખરાના ક્રમના ચિત્રાક્ષ ભટ્ટે ત્રીજા ક્રમના બરોડાના પ્રથમ માદલાણીને 4-3થી હરાવીને સબ જુનિયર બોયઝની ફાઇનલ જીતી લીધી હતી. આ સિઝનમાં ચિત્રાક્ષ માટે આ સ્ટેટ ટુર્નામેન્ટનું છઠ્ઠું ટાઇટલ હતું. આમ અમદાવાદના આ ખેલાડીએ સતત બીજી સિઝનમાં સ્ટેટ ચેમ્પિયનશિપ ટ્રોફી પોતાની પાસે રાખી લીધી હતી.

2017માં તમામ સ્ટેટ રેન્કિંગ ટાઇટલ જીતેલા ચિત્રાક્ષે બુધવારની ફાઇનલમાં ફેવરિટ તરીકે પ્રારંભ કર્યો હતો. જોકે સિઝનમાં પહેલી વાર ચિત્રાક્ષને બરોડાના પ્રથમ માદલાણી તરફથી આકરા પડકારનો સામનો કરવો પડ્યો હતો. જેણે ટેબલની બંને તરફ શાનદાર રમત દાખવી હતી. તેણે પોતાની કેટલીક આકર્ષક મૂવમેન્ટ દ્વારા પ્રતિબદ્ધતા દાખવી હતી અને કેટલાક ડાઉન ધ લાઇન શોટે મેચ નિર્ણાયક ગેમમાં પહોંચાડી હતી.

જોકે ચિત્રાક્ષે ધૈર્યનું પ્રદર્શન કરીને અંતે 7-11, 13-11, 11-6, 11-4, 5-11, 12-14, 11-7થી મેચ જીતી લીધી હતી.

2016માં પણ સબ જુનિયર બોયઝ ચેમ્પિયનશિપ જીતી ચૂકેલા ચિત્રાક્ષે મેચ બાદ જણાવ્યું હતું કે હાએ સારી મેચ હતી અને હું થોડો નર્વસ થઈ ગયો હતો. આ કેટેગરીમાં વર્તમાન સિઝનમાં  હું પહેલી વાર સાત ગેમ રમ્યો હતો. અંતે વિજેતા ઝવા બદલ મને આનંદ થાય છે.

દરમિયાન ભાવનગરની નામના જયસ્વાલે અમદાવાદની કૌશા ભૈરપુરેને હરાવીને સબ જુનિયર ગર્લ્સ ટાઇટલ જીત્યું હતું.  પહેલી ગેમમાં પરાજિત થયા બાદ તેણે બીજી ગેમમાં જોરદાર વળતો પ્રહાર કર્યો હતો અને બાકીની ચાર ગેમ જીતીને 12-14, 11-8, 11-8, 11-7, 11-9થી ફાઇનલ જીતી લીધી હતી.

બોયઝ અને ગર્લ્સ વિભાગમાં અમદાવાદ કેટેડ્સનો દબદબો રહ્યો હતો. અનુજ જોશીએ અમદાવાદના જ માનસ કટારિયાને તથા જાન્યા પરીખે ભાવનગરની ખુશી જાદવને હરાવીને અનુક્રમે બોયઝ અને ગર્લ્સનો તાજ જીતી લીધો હતો.

Tags
Show More

Related Articles