Ahmedabad SportsCity SportsOther Cities Sports

દિવ્યાંગની સ્પેશિયલ ખેલમહાકુંબમાં ડાંગની વોલિબોલ ટીમે કાંસ્ય પદક જીત્યો

અમદાવાદની ટીમે ગોલ્ડ અને સોનગઢ(તાપી) ટીમે સિલ્વર મેડલ જીત્યો

ડાંગ (SportsDiary.in) : ગુજરાત સરકાર છેલ્લા ઘણા વર્ષોથી રમતમાં પ્રતિભાઓને યોગ્ય તક આપવાના હેતુથી કાર્ય કરી રહ્યું છે. ખેલ મહાકુંભ બાદ દિવ્યાંગો માટે સ્પેશિયલ ખેલ મહાકુંભ પણ રમાડવામાં આવે છે. આ ટુર્નામેન્ટમાં પણ દિવ્યાંગ ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે. હાલમાં જ પુરી થયેલી વોલિબોલ સ્પર્ધામાં ડાંગ જીલ્લાની દિવ્યાંગ ટીમે કાંસ્ય પદક જીત્યો હતો.

દિવ્યાંગ માટે શરૂ કરવામાં આવેલી સ્પેશિયલ ખેલ મહાકુંભમાં આ વર્ષે રમાયેલ ટુર્નામેન્ટમાં ડાંગ જિલ્લાની વોલિબોલ ટીમે શાનદાર પ્રદર્શન કરતા કાંસ્ય પદક જીત્યો હતો અને રાજ્ય કક્ષાએ ત્રીજું સ્થાન મેળવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં વોલિબોલ રમતમાં રાજ્યમાંથી કુલ 22 ટીમોએ ભાગ લીધો હતો. જેમાં અમદાવાદની ટીમે ગોલ્ડ મેડલ જીતી પહેલા સ્થાને રહી હતી. તો સોનગઢ (તાપી)ની ટીમે સિલ્વર જીતી બીજા ક્રમે રહી હતી. ડાંગની વોલિબોલ ટીમમાં ભાગ લેનાર ખેલાડીઓ આ પ્રમાણે છે. રાજેશ પટેલ, સુનિલ અલબાડ, નિતેશ ભોયે, કિરણ દાવિત, સુરેશ પવાર, મોહન રાઠોડ, દિલીપ ગાવિત, ઇન્દ્રસિંહ પવાર અને જાન્યા નિંબારે.

Tags
Show More

Related Articles