City SportsOther Cities Sports

એક ભારત શ્રેષ્ઠ ભારત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં દિલ્હી ટીમનું વર્ચસ્વ

દિલ્હીની બોય્સ-ગર્લસની ટીમોએ આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો

23 એપ્રિલ (Sports Diary), ગાંધીધામ : સરકાર દ્રારા છેલ્લા ઘણા સમયથી રમત ક્ષેત્રે ઘણી ટુર્નામેન્ટનું આયોજન થઇ રહ્યું છે. જેને પગલે હાલમાં જ સરકાર દ્રારા એક ભારત શ્રેષ્ઠ ભારતના નામ હેઠળ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટું આયોજન કચ્છના ગાંધીધામ શહેરમાં થઇ રહ્યું છે. કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલી એક ભારત શ્રેષ્ઠ ભારત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ (અંડર-21)ના સી ગ્રૂપના પ્રથમ તબક્કામાં દિલ્હીની બોયઝ અને ગર્લ્સ ટીમનું વર્ચસ્વ રહ્યું હતું અને મોખરે રહી હતી. આ સાથે દિલ્હીની બંને ટીમે આગામી રાઉન્ડમાં પ્રવેશ કરી લીધો હતો. ત્રણ રાઉન્ડને અંતે ગુજરાત-છત્તીસગઢની બોયઝ અને ગર્લ્સ ટીમ માટે નિરાશાજનક પ્રદર્શન રહ્યું હતું કેમ કે તેણે માત્ર એક એક વિજય હાંસલ કર્યો હતો. રવિવારે સવારે બોયઝ વિભાગમાં વિજેતા ટીમ આકર્ષણ રહી હતી. દિલ્હીનો મુકાબલો ઉત્તર પ્રદેશ-મેઘાલય સામે થયો હતો. બંને ટીમ બે મેચમાં બે વિજય હાંસલ કરી ચૂકી હતી. જોકે દિલ્હીએ આસાન વિજય હાંસલ કર્યો હતો. યશાંશ મલિક, પાર્થ વિરમણી અને શુભ ગોયેલે  ટીમને 3-0થી વિજય અપાવ્યો હતો.

Photo Source ; Sports Diary

દિલ્હીની ટીમના કેપ્ટન પાર્થ વિરમણીએ જણાવ્યું હતું કે “બંને ટીમ બે બે રાઉન્ડ જીતી હતી તેને કારણે આ મુકાબલામાં અમારી ઉપર દબાણ હતું. ક્વોલિફાઈ થવા માટે અમારે સારી રમત દાખવવાની હતી. જોકે આગામી મુકાબલાઓ માટે અમારે અમારી રમતમાં સુધારાની જરૂર પણ છે.” જુનિયર ખેલાડીઓ માટેની આ ટુર્નામેન્ટના આઇડિયા અંગે તેણે જણાવ્યું હતું કે આ એક સારો વિચાર છે. તેને કારણે બે અલગ અલગ રાજ્યના ખેલાડીએક ટીમમાં રમે તે લાભકારક છે. કેટલાક રાજ્યમાં આ રમતનો હજી પૂરતો વિકાસ થયો નથી અને આ ઇવેન્ટ દ્વારા તે રાજ્યના ખેલાડીને સારી તક મળી રહેશે. તેનાથી રાષ્ટ્રીય એકતા પણ આવશે.

Photo Source : Sports Diary

ગર્લ્સ વિભાગમાં શનિવારે રાત્રે ત્રીજા રાઉન્ડના મુકાબલા થયા હતા. ગુજરાત-છત્તીસગઢની ટીમનો દિલ્હી ગર્લ્સ સામે 0-3થી પરાજય થયો હતો. આ એકતરફી મુકાબલો હતો. દિલ્હીની ક્રિતિકા મલિક, ઇશિતા ગુપ્તા અને ટિશા કોહલીએ ત્રણેય મેચ જીતી લીધી હતી. 3-0ના વિજય માટે દિલ્હીની ગર્લ્સ ટીમને માત્ર 75 મિનિટનો સમય લાગ્યો હતો. આ સાથે દિલ્હી ગર્લ્સે પણ બીજા તબક્કામાં પ્રવેશ કરી લીધો હતો. ગર્લ્સ ટીમની પ્રશંસા કરતાં દિલ્હીના કોચ વિશાલ તિવારીએ જણાવ્યું હતું કે તેની ટીમે અપેક્ષા મુજબનો દેખાવ કર્યો હતો. તેમણે યોજનાનો અમલ કર્યો હતો. “ક્રિતિકા, ટિશા અને ઇશિતા ત્રણેય ક્રમાંકિત ખેલાડીઓ છે અને તેમણે તેમનો ક્રમાંક પુરવાર કરી દીધો હતો. તેમના માટે આ સારો અનુભવ રહ્યો હતો.” તેમ તિવારીએ ઉમેર્યું હતું.

 

Photo Source : Sports Diary

ખેલાડીઓ અને ટેકનિકલ ટીમના રેફરી રિશી શર્માએ ટુર્નામેન્ટના માળખાની પ્રશંસા કરી હતી. દેશના અલગ અલગ રાજ્યના ખેલાડીઓ વચ્ચે સમજૂતિ સધાય અને પરસ્પર સારી ભાવના કેળવાય તે માટે આ ટુર્નામેન્ટની પહેલ  યુવા અને રમત મંત્રાલયે કરી હતી. આ જ પ્રકારની ટુર્નામેન્ટ આ  જ દિવસોમાં અજમેર, ચંદીગઢ અને સોલાન ખાતે પણ યોજાઈ હતી. દેશના 37 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોના ખેલાડીઓ તેમાં ભાગ લઈ રહ્યા છે.


પરિણામો

બોયઝ

દિલ્હી જીત્યા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ-મેઘાલય 3-0
યશાંશ મલિક જીત્યા વિરુદ્ધ  અભિનવ બેલવાલ 11-9 11-7 11-6; પાર્થ વિરમણી જીત્યા વિરુદ્ધ ગૌતમ ધ્રુવાંશ 11-5 9-11 11-13 11-3 11-6; શુભ ગોયેલ જીત્યા વિરુદ્ધ આકાશ ચૌધરી 10-12 11-2 11-8 11-4.

 

ગુજરાત છત્તીસગઢ જીત્યા વિરુદ્ધ મધ્યપ્રદેશ-મણીપુર 3-0
કૌશલ ભટ્ટ જીત્યા વિરુદ્ધસેલ વાડેકર 11-5 11-9 10-12 11-3; ચિત્રાક્ષ ભટ્ટ જીત્યા વિરુદ્ધ તન્મય ચોકસે 11-5 11-2 11-8; શ્લોક સોની જીત્યા વિરુદ્ધ ડ્બ્લ્યુ લાન્થઓબિયા 11-6 12-10 11-6

 

ગર્લ્સ

મધ્ય પ્રદેશ-મણીપુર જીત્યા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ-મેઘાલય 3-1
ખુશી જૈન  જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ 7-11 11-7 11-5 11-6; અનુશા કુતુમ્બાલે જીત્યા વિરુદ્ધ સુહાના નાર્ગિનેરી 11-4 11-8 8-11 11-3; આરુ વૈષ્ણવ હાર્યા વિરુદ્ધ તનુશ્રી દાસગુપ્તા 10-12 11-5 6-11 5-11; અનુશા કુતુમ્બાલે જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ 11-9 9-11 11-4 9-11 11-5.

ગુજરાત-છત્તીસગઢ હાર્યા વિરુદ્ધ દિલ્હી 0-3
નામના જયસ્વાલ હાર્યા વિરુદ્ધ ક્રિતિકા મલિક 9-11 7-11 9-11; ફિલઝાહ કાદરી હાર્યા વિરુદ્ધ ઇશિતા ગુપ્તા 5-11 7-11 11-3 3-11; સંસ્કૃતિ માલપાણી હાર્યા વિરુદ્ધ ટિશા કોહલી 8-11 8-11 7-11

Tags
Show More

Related Articles