Ahmedabad SportsCity Sports
મોટેરા સ્ટેડિયમનું ડિજીટલ માળખું અન્ય સ્ટેડિયમો કરતા શ્રેષ્ઠ : મુકેશ અંબાણી

Ahmedabad (SportsDiary.in) : રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝનાં (Motera Stadium) ચેરમેન મુકેશ અંબાણીએ મુંબઈમાં માઇક્રોસોફ્ટનાં એક કાર્યક્રમ ‘ફ્યુચર ડિકોડ’માં માઇક્રોસોફ્ટ સીઇઓ સત્યા નાદેલા સાથે એક ઇન્ટરેક્ટિવ સેશનમાં જણાવ્યું હતું કે, અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખો કાર્ટર, ક્લિન્ટન કે ઓબામાએ જે ભારત જોયું હતું, એનાથી સંપૂર્ણપણે અલગ ભારતનું દર્શન રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ કરશે. આ ઇન્ટરેક્શનમાં અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં મોબાઇલ નેટવર્ક વધારે સારું છે. તેમણે કહ્યું હતું કે, “અત્યારે દુનિયામાં અન્ય કોઈ દેશથી સારું કે એને સમકક્ષ મોબાઇલ નેટવર્ક ભારતમાં છે. જ્યારે અમેરિકાનાં રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પ (Motera Stadium) સ્ટેડિયમમાં પહોંચશે, ત્યારે તેઓ ભારતમાં મોટાં પરિવર્તનને જોશે. સ્ટેડિયમ ડિજિટલ ટેકનોલોજીની દ્રષ્ટિએ દુનિયાનાં અન્ય કોઈ પણ સ્ટેડિયમથી વધારે સારું છે.”
#TitanTalks – Every small business and entrepreneur has the potential in India to become a Dhirubhai Ambani or a Bill Gates and that is what differentiates India from the rest of the world: RIL CMD Mukesh Ambani tells Microsoft CEO Satya Nadella. pic.twitter.com/zvaV5PeIjJ
— News18 (@CNNnews18) February 24, 2020
મુકેશ અંબાણીએ સત્ય નાદેલાના પ્રશ્નોના આપ્યા સુંદર જવાબ
માઇક્રોસોફ્ટના સત્ય નાદેલાએ અંબાણીને પૂછ્યું હતું કે, ભારતીય અર્થતંત્ર કેવી રીતે વૃદ્ધિ કરશે? આનો જવાબ આપતાં અંબાણીએ કહ્યું હતું કે, “જ્યારે નાદેલા વર્ષ 1992માં માઇક્રોસોફ્ટમાં જોડાયા હતા, ત્યારે ભારતીય અર્થતંત્રનું કદ 300 અબજ ડોલર હતું. અત્યારે ભારતીય અર્થતંત્રનું કદ 3 ટ્રિલિયન ડોલર છે. જિયો અગાઉ ભારતમાં બ્રોડબેન્ડની સ્પીડ 256 કેબીપીએસ હતી. અત્યારે જિયો દેશમાં મોબાઇલ ડેટા 21 એમબીપીએસની સ્પીડ પર આપે છે, જે ભારતમાં દરેક ગામડામાં ઉપલબ્ધ સરેરાશ સ્પીડ છે.” તેમણે ઉમેર્યું હતું કે, “જિયોનાં આગમન અગાઉ ભારતમાં 1 જીબી ડેટાની કિંમત રૂ. 300થી રૂ. 500 વચ્ચે હતી. જિયોનાં આગમન પછી જીબીદીઠ ડેટાની કિંમત ઘટીને રૂ. 12થી રૂ. 14 થઈ ગઈ છે. જિયોએ છેલ્લાં ત્રણ વર્ષમાં 4જી ટેકનોલોજીમાં 38 કરોડ કે 380 મિલિયન સબસ્ક્રાઇબર મેળવ્યાં છે.”
ભારતમાં ડેટા વપરાશ વિશે અંબાણીએ જણાવ્યું હતું કે, ભારતમાં ભારતીય યુવા પેઢી સહિત તમામ વયજૂથનાં લોકોમાં ડેટા વપરાશને લઈને ઉત્સાહ છે. તેમણે કહ્યું હતું કે, “મારી માતાની ઉંમર 85 વર્ષ છે અને તેઓ ડેટા ઉપભોગને લઈને ઉત્સાહમાં છે. તમારી ભાષામાં કહીએ તો તેઓ શ્રેષ્ઠ ટેકનિકલ સુરક્ષા ધરાવે છે. મારું માનવું છે કે, ડેટા વપરાશમાં વધારો થયો છે.”
આ પણ વાંચો : Ranji Troph 2019-20 : ગુજરાત-સૌરાષ્ટ્ર અને કર્ણાટક-બંગાળ વચ્ચે સેમી ફાઇનલ જંગ
ભારતમાં પરિવર્તન લાવવા ટેકનોલોજી તક પ્રદાન કરે છે : મુકેશ અંબાણી
અંબાણીએ કહ્યું હતું ભારતમાં પરિવર્તન લાવવા ટેકનોલોજી તક પ્રદાન કરે છે. તેમણે કહ્યું હતું કે, “અમે ભારતમાં પ્રીમિયર ડિજિટલ સોસાયટી બનવાની તક ધરાવીએ છીએ. નવી પેઢી તમે (નાદેલા) અને હું જે ભારતમાં મોટો થયો છું એ ભારતથી અલગ ભારત જોશે.”