Baroda SportsCity Sports

લોકડાઉનને પગલે પહેલીવાર સ્ટેટ ઇ-કિકબોક્સિંગ સ્પર્ધા યોજાઇ

ઇ-ચેમ્પિયનશિપમાં 100 થી વધુ ખેલાડીઓએ ભાગ લીધો

Baroda (SportsDiary.in) : સમગ્ર વિશ્વ હાલ કોરોના વાયરસની મહામારી સામે ઝઝુમી રહ્યું છે. સ્પોર્ટ્સ જગતમાં પણ વિશ્વની તમામ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ રદ્દ થઇ રહી છે. ત્યારે આ સમય વચ્ચે ખેલાડીઓ માટે પણ કપરો સમય ચાલી રહ્યો છે. ત્યારે સ્પોર્ટ્સ જગતમાં ખાસ કરીને ગુજરાતમાં કિકબોક્સિંગ (Kickboxing) એસોસિએશને નવતર પ્રયોગ કર્યો છે. ગુજરાત કિકબોક્સિંગ (Kickboxing) એસોસિએશને ઇ-ચેમ્પિયનશિપ યોજી હતી. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ લીધો હતો.

કિકબોક્સિંગની ઇ-ચેમ્પિયનશિપને લઇને શું કહ્યું
આ ઇ-ચેમ્પિયનશિપના અધ્યક્ષ સિદ્ધાર્થ ભાલેઘરે જણાવ્યું હતું કે, ખેલાડીઓને સક્રિય ભુમિકામાં રહેવું જરૂરી છે અને તેની સાથે પોતાની ફિટનેસ, વજન, ઇમ્યુનિટી સિસ્ટમને પણ મેઇન્ટેઇન કરવી જરૂરી છે. આ હેતુથી કિકબોક્સિંગમાં ઇ-સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં મોટી સંખ્યામાં ખેલાડીઓએ ભાગ પણ લીધો હતો.

Stay Home – Stay Safe ના નારાને સન્માન આપતા ખેલાડીઓને રમત સાથે જોડીને રાખવાનો સારો પ્રયાસ છે. તમને જણાવી દઇએ કે કિકબોક્સિંગની આ ઇ-ચેમ્પિયનશિપને મ્યુઝિકલ ફોર્મમાં રાખવામાં આવી હતી. જેમાં ખેલાડીઓ ઘરે રહીને પોતાના કિકબોક્સિંગ મુવમેન્ટને મ્યુઝિકલની બીટ પર વીડિયો શુટ કરી એસોસિએશનને મોકલ્યા હતા. આ વીડિયોના આધારે એસોસિએશનના આંતરરાષ્ટ્રિય કક્ષાનું લાઇસન્સ ધરાવતા રેફરી ઓલિવર ક્રિસ્ટોફર, આકાશ ચૌહાણ, આકાશ બ્રહ્મભટ્ટ, મિલિન્દ પંચાલ અને વિક્રમ કહાર દ્વારા ખેલાડીઓને પોઇન્ટ આપવામાં આવ્યા હતા. તમને જણાવી દઇએ કે વધુ પોઇન્ટ મેળવનાર ખેલાડીને નિયમ પ્રમાણે આગળ રાષ્ટ્રિય કક્ષાની ટુર્નામેન્ટમાં પર્ફોર્મ કરવાની તક મળશે.

આ ઇ-ચેમ્પિયનશિપ સ્પર્ધામાં 100 ખેલાડીઓએ ભાગ લીધો હતો
કિકબોક્સિંગની ઇ-ચેમ્પિયનશિપ સ્પોર્ધામાં રાજ્યના વિવિધ શહેરોમાંથી 100 જેટલા ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાંથી 13 ખેલાડીઓની પસંદગી રાષ્ટ્રિય કક્ષાએ થઇ હતી.

આ પણ વાંચો : ભરૂચમાં 4 કોરોના પોઝિટીવ, પુર્વ ક્રિકેટર મુનાફ પટેલ સહિત આખુ ગામ ક્લસ્ટર ક્વોરન્ટીન

વિજેતા બનનાર ખેલાડીનું લિસ્ટ
અંડર -6 વર્ગમાં સૌર્યા મહાજન અને ધ્રુવા થોમાર પ્રથમ સ્થાને
7-9 વય જુથમાં આર્યન ઠાકોર, તત્વજ્ઞ વાળા પ્રથમ સ્થાને
10-12 વય જુથમાં શાહનુર જમાનખાન અને ધરતી પટેલ પ્રથમ સ્થાને
13-15 વય જુથમાં સાકેત મેવાડા અનેદીયા કોઠી પ્રથમ સ્થાને
19-40 વય જુથમાં પાર્થ પટેલ પ્રથમ સ્થાને
40થી વધુ વય જુથમાં રાકેશ પંચાલ પ્રથમ સ્થાને રહ્યા હતા.

રાષ્ટ્રિય કક્ષાએ કિકબોક્સિંગની આ ઇ-ચેમ્પિયનશિપ માટેની તારીખો ટુંક સમયમાં જાહેર કરવામાં આવશે.

Tags
Show More

Related Articles