Ahmedabad SportsCity Sports

અમદાવાદમાં 7 થી 10 જુન દરમ્યાન EPL પ્રીમિયર લીગ 2018નું આયોજન થશે

27 એપ્રિલ (Sports Diary), અમદાવાદ : ભારતમાં ક્રિકેટ એક ધર્મ માનવામાં આવે છે. ત્યારે દેશભરમાં ક્રિકેટ રમવા માટે યુવાનો હંમેશા તૈયાર રહે છે. જ્યારે ભારતમાં ઇન્ડિયન પ્રીમિયર લીગની શરૂઆત થઇ ત્યારથી ભારતમાં ક્રિકેટની રમતનો નજારો જ બદલાઇ ગયો છે. ત્યારે ગુજરાતમાં અમદાવાદ શહેરમાં EDIAA Premier League 2018 નું પોઇમા સ્પોર્ટસ આયોજન કરી રહ્યું છે. આ ટુર્નામેન્ટ 7 થી 10 જુન દરમ્યાન અમદાવાદના ઓંગણજ વિસ્તારમાં વિવેંઝ પાર્ટી પ્લોટમાં રમાશે.

EPL 2018 ક્રિકેટ ટુર્નામેન્ટમાં કુલ 6 ટીમો ભાગ લઇ રહી છે. અમદાવાદમાં 24 એપ્રિલના રોજ 6 ટીમના માલિકોની હરાજી યોજાઇ હતી. આ ટુર્નામેન્ટ દરરોજ બે ભાગમાં રમાશે. સવારે 7 થી 10 વાગ્યા દરમ્યાન અને સાંજે 6 વાગ્યાથી મેચ રમાવાની શરૂઆત થશે. ટુર્નામેન્ટ લીગ ફોર્મેટમાં રહેશે અને પોઇન્ટ ટેબલમાં ટોચની બે ટીમો ફાઇનલમાં પ્રવેશ મેળવશે. જ્યારે LBW ને બાદ કરતા ICC ક્રિકેટને લગતા તમામ નિયમો આ ટુર્નામેન્ટમાં લાગુ પડશે. ટીમના ખેલાડીઓની હરાજી 9 મે ના રોજ શહેરની કેલ્લસ હોટલમાં યોજાશે. આ ટુર્નામેન્ટમાં ભાગ લેવા માટે મોટી સંખ્યામાં ખેલાડીઓ ભાગ લઇ રહ્યા છે.

Photo Source : Sports Diary

6 ટીમો અને માલિકોના નામ
ટીમ                 ટીમના માલિકો

બ્લુ ઇગલ          કૌશલ ખારા, મનન પટેલ
માસ્ટર્સ બ્લાસ્ટર્સ   રોનક પ્રજાપતી, ગુરપ્રીત સિંહ
સનરાઇઝર્સ        મનીષ અગ્રવાલ, અંકિત ગુપ્તા
હોપ્પર્સ             આકાશ અગ્રવાલ, હાર્દીક પટેલ
અફલાતુન          સુનીત ગ્રોવર

Tags
Show More

Related Articles