City SportsSurat Sports

સેલ્ફી ક્રિકેટ ટીમના ફિટનેસ ટ્રેનર ઇમરાન ખાને ટીમના ખેલાડીઓ માટે ફિટનેસ કેમ્પનું આયોજન કર્યું

28 જુલાઇ, (SportsDiary.in), સુરત : સુરત ખાતે આવેલી સેલ્ફી ક્રિકેટ ક્લબ છેલ્લા ઘણા સમયથી યુવા ક્રિકેટરો માટે કાર્યરત છે. ત્યારે હાલમાં જ સેલ્ફી ક્રિકેટ ક્લબ દિલ્લીની ટુર પર હતી ત્યારે ફિટનેસ કોચ એવા ઇમરાન ખાન સાથે સેલ્ફી ક્રિકેટ ક્લબના ખેલાડીઓએ મુલાકાત લીધી હતી.

Photo Source : SportsDiary.in

સેલ્ફી ક્રિકેટ ક્લબના દિલ્લી પ્રવાસ દરમ્યાન ફિટનેસ કોચ ઇમરાન ખાન સાથે સેલ્ફી ટીમના દરેક ખેલાડીઓએ મુલાકાત કરી હતી અને તેમની પાસેથી સચોટ માર્ગદર્શન મેળવ્યું હતું. ઇમરાન ખાને ટીમના દરેક ખેલાડીઓને ફિટનેસને લઇને યોગ્ય અને સચોટ માર્ગદર્શન આપ્યું હતું. તો સાથે સાથે ખેલાડીઓ સાથે મીટીંગ કરીને તેમના ડાયટ પ્લાન ખેલાડીઓ માટે કેટલું જરૂરી છે તેના વિશે ચર્ચાઓ કરી હતી અને બાદમાં સામાન્ય વ્યક્તિ અને ખેલાડીઓના ડાયટ પ્લાન કેવા હોય તેના વિશે માર્ગદર્શન આપ્યું હતું.

Photo Source : SportsDiary.in

આ મુલાકાત દરમ્યાન ઇમરાન ખાને સેલ્ફી ટીમના દરેક ખેલાડીઓ માટે એક ફિટનેસ સેશન પણ ગોઠવ્યું હતું. જેમાં દરેક ખેલાડીઓએ ઉત્સાહ ભાર ભાગ લીધો હતો અને સેશન બાદ સેલ્ફી ટીમના ખેલાડીઓએ ફિટનેસ કોચ ઇમરાન ખાનને ટી-શર્ટ ભેટમાં આપ્યું હતું.

ગુજરાત રાજ્યના તમામ રમત-જગતના સમાચારો જાણવા માટે Subscribe કરો : www.sportsdiary.in

Tags
Show More

Related Articles