Baroda SportsCity Sports

Video: ક્રિકેટ ફરી શરૂ થવા પર ફાસ્ટ બોલરોએ વધુ ધ્યાન રાખવું પડશે : ઇરફાન પઠાણ

Vadodara (SportsDiary.in) : ભારતીય ટીમના પુર્વ ફાસ્ટ બોલર અને મુળ ગુજરાતના ઇરફાન પઠાણનું (Irfan Pathan) માનવું છે કે કોરોના વાયરસના કારણે બંધ પડેલ સ્પોર્ટ્સ ટુર્નામેન્ટ હવે ધીમે ધીમે ફરી શરૂ થઇ રહ્યું છે. ત્યારે ક્રિકેટ પણ ઇંગ્લેન્ડ અને વેસ્ટ ઇન્ડિઝ ની ટેસ્ટ સીરિઝ સાથે ફરી શરૂ થઇ ગયું છે. ત્યારે આવા સમયે ફાસ્ટ બોલરોએ વધુ ધ્યાન રાખવાની જરૂર છે. ઉલ્લેખનીય છે કે કોરોના વાયરસની મહામારીના કારણે વિશ્વભરમાં તમામ સ્પોર્ટ્સ માર્ચ મહિનાથી બંધ થઇ ગયા હતા.

ફાસ્ટ બોલરોને લયમાં આવતા 4 થી 6 સપ્તાહ લાગી શકે છે : ઇરફાન
ભારતના પુર્વ ફાસ્ટ બોલર ઇરફાન પઠાણ (Irfan Pathan) નું કહેવું છે કે આ સમયે ફાસ્ટ બોલરોને વધુ ધ્યાન દેવાની જરૂર છે. ફાલ્ટ બોલરોએ ફરી લયમાં આવતા ઓછામાં ઓછું ચાર થી છ સપ્તાહ લાગી શકે છે. કોવિડ-19 ના સંક્રમણને રોકવા માટે દેશભરમાં લોકડાઉન લગાવવામાં આવ્યું હતું. જેના કારણે દેશમાં ક્રિકેટની સાથે તમામ સ્પોર્ટ્સ ખેલાડીઓ માર્ચથી જ પ્રેક્ટિસ કરી નથી શક્યા.

જયદેવ ઉનડકટ, ચેતેશ્વર, ઇશાંત શર્મા અને શર્દુલ ઠાકુરે પ્રેક્ટિસ શરૂ કરી દીધી
ફાસ્ટ બોલર શર્દુલ ઠાકુરે મહારાષ્ટ્રમાં બોડસરમાં મે મહિનામાં ટ્રેનિંગ શરૂ કરી દીધી હતી. જ્યારે રૂષભ પંત અને સુરેશ રૈનાએ હાલમાં જ ગાજિયાબાદમાં નેટ પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. અન્ય ખેલાડીઓમાં ગુજરાતના ચેતેશ્વર પુજારા, જયદેવ ઉનડકટ તથા ટીમ ઇન્ડિયાના ઉમેશ યાદવ, મોહમ્મદ શમી અને ઇશાંત શર્માએ પણ ટ્રેનિંગ શરૂ કરી દીધી છે.

સાચુ કહું તો હું ફાસ્ટ બોલરને લઇને ચિંતિત છું : ઇરફાન પઠાણ
ભારત તરફથી 29 ટેસ્ટ મેચ અને 120 વન-ડે ક્રિકેટ રમનાર ઇરફાન પઠાણે સ્ટાર સ્પોર્ટ્સની ચર્ચામાં કહ્યું કે, “ઇમાનદારી સાથે કહ્યું તો હું ફાસ્ટ બોલરોને લઇને ચિંતિત છું.” તેણે વધુમાં કહ્યું કે, “ ફાસ્ટ બોલરોએ પોતાની લય ફરી પાછી લેવા માટે ચાર થી છ સપ્તાહનો સમય લાગી શકે છે. આ કામ મુશ્કેલ છે અને જો તમે 140-150 ની ગતીથી બોલીંગ કરતા હોવ, એક બોલ ફેકવા માટે 25 ડગલા દોડતા હોવ તો આ ઘણું મુશ્કેલ છે.”

આ પણ વાંચો : ક્રિકેટમાં ગુલાબી હોલને લઇને ચેતેશ્વર પુજારાએ કઈક આવું કહ્યું

ફાસ્ટ બોલરોએ સ્પિનર અને બેસ્ટમેનો કરવા વધુ ધ્યાન રાખવું પડશે: પઠાણ
ઇરફાન પઠાણે કહ્યું કે, “આપણું શરૂર વધુ આરામ કરવાથી જકડાઇ જાય છે. આ કારણથી ફરી રમતા પહેલા પુરતી પ્રેક્ટિસ નહીં કરે તો ઇજા થવાની સંભાવના વધી જાય છે. આ કારણથી ફાસ્ટ બોલરોને ફરીથી પોતાની લયમાં આવવા માટે ચાર થી છ સપ્તાહનો સમય લાગી શકે છે. એટલા માટે મને લાગે છે કે ફાસ્ટ બોલરોને સ્પિનરો અને બેટ્સમેનોની સરખામણીએ થોડા વધુ સતર્ક રહેવાની જરૂર છે.

Tags
Show More

Related Articles