City SportsOther Cities Sports

ભરૂચમાં 4 કોરોના પોઝિટીવ, પુર્વ ક્રિકેટર મુનાફ પટેલ સહિત આખુ ગામ ક્લસ્ટર ક્વોરન્ટીન

Bharuch (SportsDiary.in) : ભારતમાં હાલ 21 દિવસનું લોકડાઉન ચાલી રહ્યું છે. ત્યારે ગુજરાતમાં દિવસે ને દિવસે સતત કોરોના પોઝિટીવ કેસની સંખ્યા વધતી રહી છે. શહેરની સાથે હવે ગામડાઓમાં પણ પોઝિટીવ કેસની સંખ્યા વધી રહી છે. ત્યારે મળી રહેલ સમાચાર પ્રમાણે ભરૂચમાં આવેલ ઇખર ગામ આખું ક્લસ્ટર કોરન્ટીન કરવામાં આવ્યું છે. મળી રહેલ માહિતી પ્રમાણે ઇખર ગામમાં તબલીધી જમાતના 4 લોકોનો કોરોના પોઝિટીવ આવતા આ નિર્ણય લેવામાં આવ્યો. જેને પગલે ઇખર ગામની 7 કિ.મી.નો વિસ્તાર ક્લસ્ટર કન્ટેન્મેન્ટ જાહેર કરવામાં આવ્યો છે.

ભરૂચના ઇખરમાં તબલીઘ જમાતના 4 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા બાદ ઇખર ગામ સહિત 7 કિ.મી.ના વિસ્તારને ક્લસ્ટર કન્ટેન્મેન્ટ જાહેર કરાયો છે. પૂર્વ ક્રિકેટર મુનાફ (Munaf Patel) પઠાણ પણ ઇખર ગામમાં રહે છે. જેથી મુનાફ પઠાણ (Munaf Patel) સહિત ગામના 7 હજાર લોકોને ક્લસ્ટર ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

23 એપ્રિલ સુધી 12 ગામોનો 7 કિ.મી. વિસ્તાર સીલ કરાયો
આમોદ તાલુકાના ઓરછણ, સુથોદરા, તેલોદ, માતર, દાંડા, દોરા, કોઠી અને કરેણા અને ભરૂચ તાલુકાના કંબોલી, સીમલિયા, કિસનાડ અને પાલેજ ગામની હદને 23 એપ્રિલ સુધી સીલ કરવામાં આવી છે. અને ઇખરમાં આરોગ્ય વિભાગની 25 ટીમો દ્વારા સર્વે હાથ ધરવામાં આવ્યો છે. શંકાસ્પદો લોકોની તપાસ કરવામાં આવી રહી છે. લોકોને જરૂરિયાત વિના બહાર ન નીકળવા સૂચના આપવામાં આવી છે. ઇખર ગામમાં કોરોના વાઈરસના 4 પોઝિટિવ દર્દીઓને ભરૂચ સિવિલ હોસ્પિટલમાંથી 108 એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની જયાબેન મોદી હોસ્પિટલમાં ખસેડાયા છે.

કોરોના વાઈરસના 4 કેસ પોઝિટિવ આવતા તંત્રમાં દોડધામ
ભરૂચમાં કોરોના વાઈરસના 4 કેસ પોઝિટિવ આવ્યા છે. તમિલનાડુના રહેવાસી 4 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવતા દોડધામ મચી ગઇ છે. આ લોકો તમિલનાડુ તબલીઘ જમાતમાંથી આવ્યા હતા. કોરોના પોઝિટિવ આવેલા 4 લોકોની ભરૂચ સિવિલ હોસ્પિટલના આઇસોલેશન વોર્ડમાં સારવાર ચાલી રહી છે, જ્યારે 6 લોકોને આમોદમાં ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે.

આ પણ વાંચો : કોરોનાના કહેર વચ્ચે ઘરે રહીને ફિટ રહેવા માટે આ એક્સરસાઇઝ કરો

કોરોના પોઝિટિવના સંપર્કમાં આવેલા તમામની તપાસ શરૂ
તમિલનાડુના 10 લોકો અંકલેશ્વર રેલવે સ્ટેશન ઉપર ઉતર્યા હતા. ત્યારબાદ તેઓ ભરૂચની મસ્જિદમાં ગયા હતા. અને ત્યાંથી ઇખર ગામમાં ગયા હતા. તમિલનાડુથી આવેલા 10 લોકોના સેમ્પલ લઇને લેબમાં મોકલાયા હતા. જમાંથી 4 લોકોના રિપોર્ટ પોઝિટિવ આવ્યા છે. જ્યારે 6 લોકોને ક્વોરન્ટીન કરવામાં આવ્યા છે. અને તમિલનાડુના આ લોકો જ્યાં જ્યાં ગયા હતા. તે તમામ જગ્યાઓએ આરોગ્ય વિભાગે તપાસ હાથ ધરી છે. જે લોકો સંપર્કમાં આવ્યા હતા. તેમની ખાસ તપાસ કરાઇ રહી છે.

Tags
Show More

Related Articles