Ahmedabad SportsCity Sports

એરપોર્ટ, આનંદ નિકેતન સ્કૂલનો RFYS ફૂટબોલમાં દબદબો

અમદાવાદ: વધુ મોટા સ્કોરવાળી મેચોના દિવસે એરપોર્ટ સ્કૂલ અને આનંદ નિકેતન સ્કૂલ શિલજ કેમ્પસે રિલાયન્સ ફઉન્ડેશન યુથ સ્પોટર્સ ફૂટબોલ ટૂર્નામેન્ટમાં ગુરૂવારે અત્રે સિનિયર બોયસ ક્વોલિફાયર્સમાં સૌથી મોટા વિજય મેળવ્યા હતા.

એસઆરપીએફ ફૂટબોલ મેદાન પરની મેચમાં એરપોર્ટ સ્કૂલે ઝેવિયર્સ વિલિયમ સેકન્ડરી સ્કૂલને 18-1થી હાર આપી હતી જ્યારે સાલ એજ્યુકેશન કેમ્પસના મેદાનમાં રમાયેલી મેચમાંઆનંદ નિકેતને જ્ઞાનદીપ હિંદી હાઈસ્કૂલને 11-0થી પરાજય આપ્યો હતો.

દિવસનું સન્માન પ્લેયર ઓફ ધ મેચ અવિસ મુદલિયારે એરપોર્ટ સ્કૂલ તરફથી સાત ગોલ કરીને મેળવ્યું હતું જ્યારે તેની ટીમના સાથી વિરાજ પટેલે (પાંચ ગોલ) અને રાહુલ ઉપાધ્યાયે (ચાર ગોલ) પણ અસરકારક દેખાવ કર્યો હતો. દેવ ખુબચંદાનીએ પણ બે ગોલ  કર્યા અને હાફ ટાઈમે ટીમને 8-1થી સરસાઈ અપાવી હતી. ઝેવિયર વિલિયમ માટે અજિત નાયરેઆશ્વાનરુપ ગોલ કર્યો હતો.

આનંદ નિકેતન માટે પાર્થિવ પટેલે આનંદ નિકેતન માટે જોરદાર દેખાવ કરતા પ્રતિસ્પર્ધી ટીમના સંરક્ષણને ધ્વસ્ત કરતા પ્રથમ 20 મિનિટમાં ચાર ગોલ કરીને મેચને ટીમ તરફે કરી લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાયો હતો. તેણે ગોલની હેટ્રિક પણ કરી હતી. મોક્ષ શાહ અને તનય રાજને પણ વિજેતા ટીમ માટે સારો દેખાવ કરતા બે-બે ગોલ કર્યા હતા.

આર્મિ પબ્લિક સ્કૂલ, શાહિબાગ કેન્ટોનમેન્ટ, દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ, અમદાવાદ અને સેન્ટઝેવિયર્સ હાઈ સ્કૂલ, લોયલા હોલે 8-0થી વિજય મેળવી સ્પર્ધાના આગળના રાઉન્ડમાં પ્રવેશ કર્યો હતો.

ડીપીએસના ઉદય પારેખ અને ઝેવિયર્સના મોહમ્મદ બાગાડિયાએ તેમની ટીમ માટે ઉત્કૃષ્ટ દેખાવ કરતા ચાર ચાર ગોલ કર્યા હતા.

પરિણામો (ક્વોલિફાયર્સ)

સિનિયર બોયસઃ આનદ નિકેતન સ્કૂલ શિલજ કેમ્પસ જીત્યા વિ. જ્ઞાનદીપ હિંદી હાઈ સ્કૂલ 11-0, એરપોર્ટ સ્કૂલ જીત્યા વિ. ઝેવિયર્સ વિલિયમ સેકન્ડરી સ્કૂલ 18-1, ઝાયડસ સ્કૂલ ફોર એકસ્લન્સ, ગોધાવી જીત્યા વિ. કોસમોસ કેસ્ટલઈન સ્કૂલ 7-0, આર્મિ પબ્લિક શાહિબાગ કેન્ટોન્ટમેન્ટ જીત્યા વિ. બેસ્ટ હાઈ સ્કૂલ 8-0, દિલ્હી પબ્લિક સ્કૂલ બોપલ અમદાવાદ જીત્યા વિ. જીત્યા વિ. અમદાવાદ પબ્લિક સ્કૂલ 8-0, કેન્દ્રીય વિદ્યાલય કેન્ટોનમેન્ટ એરિયા જીત્યા વિ. સ્વામી વિવેકાનંદ વિદ્યાલય 5-0, સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ લોયલા હોલ જીત્યા વિ. અંકુર હાઈ સ્કૂલ 8-0, કેન્દ્રીય વિદ્યાલય રેલવે સાબરમતી જીત્યા વિ. ડિવાઈન ચાઈલ્ડ ઈન્ટરનેશનલ સ્કૂલ 4-2, સેન્ટ ઝેવિયર્સ હાઈ સ્કૂલ હાંસોલ, હાંસોલ જત્યા વિ. વેદાંત ઈન્ટરનેશનલ સ્કૂલ 6-0.

Tags
Show More

Related Articles