City SportsOther Cities Sports

ગુજરાત-છત્તીસગઢ બોયઝ ટીમ ટુર્નામેન્ટમાંથી આઉટ

21 એપ્રિલ (Sports Diary), ગાંધીધામ : ગાંધીધામના કચ્છ ડિસ્ટ્રિક્ટ ટેબલ ટેનિસ એસોસિયેશન ઇન્ડોર સ્ટેડિયમ ખાતે રમાતી એક ભારત શ્રેષ્ઠ ભારત ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2018ના ગ્રૂપ સીના પ્રથમ તબક્કામાંથી ગુજરાત-છત્તીસગઢની બોયઝ ટીમ આઉટ થઈ ગઈ હતી. બીજી તરફ દિલ્હીની ટીમે તેની વિજયકૂચ આગળ ધપાવીને બીજા તબક્કામાં પ્રવેશ માટેની આશા જીવંત રાખી છે.

શુક્રવારે રાત્રે રમાયેલી મેચમાં ગુજરાત-છત્તીસગઢની બોયઝ ટીમને સળંગ બીજા પરાજયનો સામનો કરવો પડ્યો હતો. દિવસના પ્રથમ સત્રમાં ઉત્તર પ્રદેશ-મેઘાલય સામે પરાસ્ત થયા બાદ ઇશાન હિંગોરાણીની આગેવાની હેઠળની ટીમનો દિલ્હી સામે 1-3થી પરાજય થયો હતો. ચિત્રાક્ષ ભટ્ટ અને ઇશાન તેમની સિંગલ્સ મેચમાં અનુક્રમે યશ મલિક અને પાર્થ વીરમણી સામે હારી ગયા હતા. કૌશળ ભટ્ટે શુભ ગોયેલને હરાવીને ટીમને એક પોઇન્ટ અપાવ્યો હતો પરંતુ ભારતીય જુનિયર ટીમના ખેલાડી પાર્થે ચિત્રાક્ષ સામે સંઘર્ષ બાદ 10-12 11-6 11-7 11-7થી વિજય હાંસલ કર્યો હતો.

Photo Source : Sports Diary

દરમિયાન ગુજરાત-છત્તીસગઢની ગર્લ્સ ટીમે સતત બીજી પાંચ ગેમની મેચ (ત્રણ સિંગલ્સ અને બે રિવર્સ સિંગલ્સ) રમી હતી. ફિલઝાહ ફાતીમા કાદરીની ટીમે મધ્ય પ્રદેશ-મણીપુરની ટીમને 3-2થી હરાવી હતી પરંતુ ઉત્તર પ્રદેશ-મેઘાલય સામે તેમનો 2-3થી પરાજય થયો હતો. શુક્રવારની માફક શનિવારે પણ 2-2ના સ્કોર બાદ ગુજરાત-છત્તીસગઢની ટીમનો આધાર નામના જયસ્વાલ પર રહ્યો હતો. જે સુહાના નાર્ગીનરી સામે નિર્ણાયક મેચમાં રમી હતી. જોકે આ વખતે નામનાને સફળતા મળી ન હતી અને તે અંતે  9-11 18-20 12-10 8-11થી હારી ગઈ હતી.

દરમિયાન દિલ્હીની ગર્લ્સ ટીમે ઉત્તર પ્રદેશ-મેઘાલય સામે 3-1 અને મધ્ય પ્રદેશ-મણીપુર સામે 3-2ના સળંગ બે વિજય બાદ બીજા તબક્કામાં પોતાના પ્રવેશની આશા જીવંત રાખી છે. ઉત્તર પ્રદેશ-મેઘાલય સામે ક્રિતિકા મલિક સ્ટાર બની રહી હતી તો મધ્ય પ્રદેશ-મણીપુર સામે ઇશિતા ગુપ્તાએ નિર્ણાયક મેચમાં દિલ્હીને વિજય અપાવ્યો હતો.

ત્રીજા અને અંતિમ રાઉન્ડમાં ગુજરાત-છત્તીસગઢની ટીમ હવે દિલ્હી સામે ટકરાશે તો બીજા મુકાબલામાં ઉત્તર પ્રદેશ-મેઘાલયનો મુકાબલો મધ્ય પ્રદેશ-મણીપુર સામે થશે. દરમિયાન, આજના ખાસ મહેમાન સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સેક્રેટરી શ્રી દિનેશ કપાડિયાએ ભાગ લેનારા ખેલાડીઓ સાથે પરિચય મુલાકાત કરી હતી તેમજ તેમણે ખેલાડીઓને પૂરી પાડવામાં આવેલ સુવિધાઓ સાથે સંતોષ વ્યક્ત કર્યો.

પરિણામો :

બોયઝ :
ગુજરાત-છત્તીસગઢ હાર્યા વિરુદ્ધ દિલ્હી
 1-3
ચિત્રાક્ષ ભટ્ટ હાર્યા વિરુદ્ધ યશ મલિકા  5-11 11-13 8-11; ઇશાન હિંગોરાણી હાર્યા વિરુદ્ધ પાર્થ વિરમણી 11-5 11-9 2-11 3-11 5-11; કૌશળ ભટ્ટ જીત્યા વિરુદ્ધ શુભ ગોયેલ 8-11 11-4 11-7 11-13 13-11; ચિત્રાક્ષ ભટ્ટ હાર્યા વિરુદ્ધ પાર્થ વિરમણી 12-10 6-11 7-11 11-9 7-11

ઉત્તર પ્રદેશ-મેઘાલય જીત્યા વિરુદ્ધ મધ્ય પ્રદેશ-મણીપુર 3-0
અભિનવ બેલવાલ જીત્યા વિરુદ્ધ રોશન જોશી 11-8 11-7 9-11 11-3; ગૌતમ ધ્રુવાંશ જીત્યા વિરુદ્ધ સેઇલ વાડેકર 13-11 11-8 8-11 11-4; આકાશ ચૌધરી જીત્યા વિરુદ્ધ કે. રોહિત સિંઘ 11-6 11-8 11-5.

ગર્લ્સ:
દિલ્હી જીત્યા વિરુદ્ધ ઉત્તર પ્રદેશ-મેઘાલય 3-1
ઇશિતા ગુપ્તા હાર્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ  9-11 7-11 11-4 8-11; ક્રિતિકા મલિક જીત્યા વિરુદ્ધ સુહાના નાર્ગીનરી 11-4 11-4 11-7; ટિશા કોહલી જીત્યા વિરુદ્ધ તનુશ્રી દાસગુપ્તા 11-8 11-5 14-12; ક્રિતિકા મલિક જીત્યા વિરુદ્ધ રાધાપ્રિયા ગોયેલ 11-9 8-11 11-7 11-8.

દિલ્હી જીત્યા વિરુદ્ધ મધ્ય પ્રદેશ-મણીપુર 3-2
ક્રિતિકા મલિકે એરૂ વૈષ્ણવને 11-5 11-7 11-9થી હરાવ્યું; ઇશિતા ગુપ્તા અનુષા કુતુમ્બલે સામે 6-11, 11-7, 6-11, 7-11; તિશા કોહલીએ ખુશી જૈને 11-7, 11-13, 11-8, 11-4; ક્રિતિકા મલિકે અનુષા કુતુમ્બલે સામે 11-3, 5-11, 11-7, 7-11, 7-11; ઈશીતા ગુપ્તાએ અરુ વૈષ્ણવને 11-6, 11-4, 11-6થી હરાવી.

ગુજરાત-છત્તીસગઢ ઉત્તર પ્રદેશ-મેઘાલય 2-3 થી હાર્યું
નમના જૈસવાલ રાધાપ્રિયા ગોયલ સામે 5-11, 12-10, 5-11, 2-11 અને  ફિલઝાહ ફાતિમા કાદરી સુહાના નરગિની સામે હારી ગઇ 11-9 10-12 7-11 9 -11; સંસ્કૃતિ માલપાણીએ તાનુશ્રી દાસગુપ્તાને 11-8, 11-9, 11-5 અને ફિલઝાહ ફાતિમા કાદરી એ રાધાપ્રિયા ગોયલને 11-9 8-11, 3-11, 14-12, 11-7 હરાવ્યું; નમના જૈસવાલ સુહાના નરગિનીને 9-11, 18-20, 12-10, 8-11થી હારી ગયાં.

Tags
Show More

Related Articles