Baroda SportsCity SportsSurat Sports

ગુવાહાટીમાં નેશનલ રેન્કિંગ ચેમ્પિયનશિપમાં ગુજરાતના માનવ અને માનુષનું શાનદાર પ્રદર્શન

30 સપ્ટેમ્બર, (SportsDiary.in), સુરત : ગુવાહાટીમાં રમાયેલી 11મી સ્પોર્ટસ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ (Championship) ચેમ્પિયનશિપમાં ગુજરાતના ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. જેમાં સુરતના માનવ ઠક્કરએ એક ગોલ્ડ મેડલ અને એક સિલ્વર મેડલ જીત્યો છે. તો વડોદરાના માનુષ શાહે એક સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યો છે.

આજે છેલ્લા દિવસે, જુનીઅર બોયસ સિંગલ્સની ફાઈનલમાં વડોદરાના માનુષ શાહની મહારાષ્ટ્રના રાયગન આલ્બુર્કક્યુ સામે ખુબ જ નજીકના મુકાબલામાં 11-9 8-11 11-5 3-11 11-9 11-8 થી હાર થઇ હતી. આ પહેલા સેમી ફાઈનલમાં માનુષએ દિલ્હીના યશાંશ મલિકને 8-11, 11-8, 11-7, 11-4, 11-6થી પરાજય આપ્યો હતો. માનુષએ મેન્સ સિંગલ્સમાં બ્રોન્ઝ મેડલ થી સંતોષ માનવો પડ્યો હતો. સેમી ફાઈનલમાં માનુષની માનવ સામે હાર થઇ હતી. માનવ સેમી ફાઈનલના વિજયની વધુ ઉજવણી કરી શક્યો ન હતો કારણ કે ફાઈનલમાં તેની મહારાષ્ટ્રના  સિદ્ધેશ પાંડે સામે હાર થઇ હતી. સિદ્ધેશ પાંડેએ માનવને 11-8, 4-11, 11-8, 7-11, 8-11, 15-13, 12-10થી હરાવીને પોતાનો પ્રથમ મેન્સ સિગલ્સનો ખિતાબ જીત્યો હતો.

Photo Source : SportsDiary.in

જો કે, માનવને યુથ બોયસનો ટાઈટલ જીતીને વળતર વારી લીધું હતું. તેને યુથ બોયસના ટાઈટલ પર પોતાનો કાબૂ જળવી રાખ્યો છે. ફાઇનલમાં હરિયાણાનો જીત ચંદ્રા માનવનો સરળ શિકાર બની ગયો હતો.  પ્રથમ રાઉન્ડને બાદ કરતા, માનવ એક જ હરોળમાં ચાર રાઉન્ડ જીતીને યુથ બોયસનો ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો હતો. મનાવે તેના હરીફ જીતને 10-12 11-2, 11-5, 11-3, 11-6 હરાવ્યું હતું.

ગુજરાતના તમામ લોકલ સ્પોર્ટસ સમાચાર જાણવા માટે www.sportsdiary.in Subscribe કરો.

Tags
Show More

Related Articles