Ahmedabad SportsBaroda SportsCity SportsOther Cities SportsRajkot SportsSurat Sports

ગુજરાત ટેબલ ટેનીસ એસોસીએશન આગામી વર્ષે પોતાની લીગનું આયોજન કરશે

10 મે, (Sports Diary), અમદાવાદ : ભારતમાં આઇપીએલનો યુગ શરૂ થયા બાદ તેણે અક્લપનીય સફળતા મેળવી છે. જેને પગલે દેશમાં અલગ અલગ રમતના એસોસીએશને પોતાની લીગ શરૂ કરી દીધી છે. જેમ કે ફુટબોલમાં ઇન્ડિયન સુપર લીગ, કબડ્ડીમાં પ્રો કબડ્ડી લીગ, વોલિબોલની પ્રો વોલિબોલ લીગ, ટેબલ ટેનીસમાં અલ્ટીમેટ ટેબલ ટેનીસ લીગ જેવી લીગોની શરૂઆત થઇ ચુકી છે. જેને પગલે હવે રાજ્યના એસોસીએશને પણ પોતાની લીગ શરૂ કરવા માટે પ્રેરણા મળી છે. જેને ધ્યાને લઇને ગુજરાત પણ હવે પોતાની ટેબલ ટેનીસ લીગનું આયોજન કરવા માટે તૈયાર થઇ ગયું છે અને આ લીગ માટે મોટા ભાગનું માળખું પણ તૈયાર થઇ ગયું છે.

Photo Source : Google

ગુજરાત ટેબલ ટેનીસ એસોસીએશનના પ્રમુખ IAS વિપુલ મિત્રાએ ગાંધીનગરમાં યોજાયેલી સામાન્ય સભામાં આ અંગેની જાહેરાત કરી હતી. તેમણે જણાવ્યું હતું કે ગુજરાતમાં છેલ્લા વર્ષોમાં ટેબલ ટેનીસની રમતમાં ઘણા ખેલાડીઓ શાનદાર પ્રદર્શન કરી રહ્યા છે અને તેમને વધુ આગળ તક મળે તેને ધ્યાને લઇને અમે રાજ્યના ખેલાડીઓને વધુ તક મળે તે હેતુથી ગુજરાતની પોતાની ટેબલ ટેનીસ લીગનું આયોજન કર્યું છે.

Photo By : Sports Diary

વિપુલ મિત્રાએ ગુજરાતના સ્ટાર હરમિત દેશાઇને પણ બિરદાવ્યો હતો. કહ્યું હતું કે ગત મહિને ઓસ્ટ્રેલિયામાં કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ સહીત બે મેડલ જીતીને ગુજરાત અને દેશનું નામ રોશન કર્યું છે. તો બીજી તરફ આ વર્ષ આર્જેન્ટિનામાં યોજાયેલી યુથ ઓલિમ્પિક ગેમ્સમાં ભાગ લેનાર માનવ ઠક્કરની પણ ઘણી પ્રશંસા કરી હતી.

સામાન્ય સભા બાદ વિપુલ મિત્રાએ જણાવ્યુ હતું ક ટેબલ ટેનીસ લીગમાં 6 થી 8 ટીમ રમશે. દરેક ટીમ હરાજી દરમ્યાન અલગ અલગ વય જુથના 5 ખેલાડીઓને ખરીદશે. આ લીગમાં ઘણા લોકોએ ફ્રેંચાઇઝી ખરીદવાની તૈયારી દર્શાવી છે. આવતા વર્ષના પ્રારંભમાં રાષ્ટ્રીય ટુર્નામેન્ટ બાદ આ લીગનું આયોજન કરવામાં આવશે. અમને આશા છે કે આ લીગમાં હરમીત દેશાઇ, માનવ ઠક્કર ભાગ લેશે. જોકે લીગના નામ માટે હજુ અમે વિચારણા કરી રહ્યા છે. તમામ જીલ્લા એસોસીએશન પાસેથી તેમના સુચનો મંગાવામાં આવ્યા છે.

Photo By : Sports Diary

યૂથ ઓલિમ્પક ગેમ્સમાં પસંદ થનારા પ્રથમ ગુજરાતી ખેલાડી તરીકે માનવ ઠક્કરની ઐતિહાસિક સિદ્ધિની પણ એજીએમમાં ચર્ચા થઈ હતી.“એસોસિયેશનના આ શાનદાર સિદ્ધિ છે. હરમિતે કોમનવેલ્થ ગેમ્સમાં ગોલ્ડ મેડલ જીત્યો હતો અને હવે માનવ બ્યુનોસ એરિસ ખાતેની યૂથ ઓલિમ્પક ગેમ્સ માટે પસંદ થયો છે.  છેલ્લા એક દાયકાથી અમે ખેલાડીઓના વિકાસ માટે કાર્ય કરી રહ્યા હતા અને આજે અમને તેનું ફળ મળી રહ્યું છે. ” તેમ વિપુલ મિત્રાએ જણાવ્યું હતું.

“હરમિત અને માવનના પગલે આગળ ધપી શકે તેવી પ્રતિભાને વિકસાવવા માટે જિલ્લા એસોસિયેશને આકરી મહેનત કરવી પડશે. અમે રમત અને તેના ખેલાડીઓના વિકાસ માટે પ્રતિબદ્ધ છીએ. વધુમાં સપ્ટેમ્બરમાં એશિયન કપ યોજાની અમે ભારતની સર્વશ્રેષ્ઠ ટુર્નામેન્ટનું આયોજન કરીને પુરવાર કરી દીધું છે કે અમારામાં ક્ષમતા છે. અમારે હવે એ આકરી મહેનતને આગળ ધપાવવાની છે.

Tags
Show More

Related Articles