Ahmedabad SportsCity Sports

રાષ્ટ્રિય સ્કેટિંગ ટુર્નામેન્ટમાં ગુજરાત ના ખેલાડીઓ ક્વોલિફાય થયા

અમદાવાદ : 27થી 31મી જાન્યુઆરી દરમિયાન ચેન્નાઈ ખાતે 55મી નેશનલ રોલર સ્કેટિંગ ચેમ્પિયનશિપનું આયોજન કરાયું છે જેમાં અમદાવાદની સેંટ ઝેવિયર્સ હાઇસ્કૂલ (લોયોલા હોલ) અને એકલવ્ય સ્પોર્ટસ એકેડમીના 18થી વધુ સ્કેટર્સ ક્વોલિફાઈ થયા છે. તેઓ આ ટુર્નામેન્ટમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરશે.

ક્વોલિફાઈ થયેલા સ્કેટર્સમાં નિકુંજ મેઘાણી, કુલદીપ પાલ, કૃપાલી ભટ્ટ, સંકલ્પ દિક્ષિત, રીમા લોબો, અટલ પટેલ, તમન્ના ગોગિયા, નિતાંશ શાહ, અનુષ્કા મહેતા, જયવીર વ્યાસ, કાવ્યા દલવાડી, કથા શાહ, દેવર્ષ દવે, નિસર્ગ શાહ, અનમોલ મોદી, જૈનમ પ્રજાપતિ અને શ્રેયા મહેતાનો સમાવેશ થાય છે.

આ સ્કેટર્સને ચીફ કોચ રાજેન્દ્ર જાડેજા અને કોચ પાર્થ વ્યાસે તાલીમ આપી હતી.

Tags
Show More

Related Articles