Ahmedabad SportsBaroda SportsCity SportsOther Cities SportsRajkot SportsSurat Sports

અમદાવાદમાં ગોલ્ફમાં કારકિર્દી બનાવવા માટે પહેલીવાર શરૂ થઇ કેન્સવિલે ગોલ્ફ ક્લિનિક

30 ઓગષ્ટ, (SportsDiary.in), અમદાવાદ :  સૌવ કોઇ જાણે છે કે ગોલ્ડની રમત ઘણી ખર્ચાળ છે અને તેમા કારકિર્દી બનાવવા માટે ઘણી મહેનત કરી પડતી હોય છે. પરંતુ આ સમીકરણોને ખોટા પાડવા માટે અને લોકોમાં ગોલ્ફ રમતની લોકપ્રિયતા અને પ્રોત્સાહન વધારવા માટે શહેરની કેન્સવિલે ગોલ્ફ એકેડેમી (Kensville Golf) ખાતે પહેલીવાર ગોલ્ફ ક્લિનિકની શરૂઆત કરી છે.

ગોલ્ફ ક્લિનિકનો મુખ્ય હેતુ
કેન્સવિલે ગોલ્ફ એકેડેમી ખાતે ગોલ્ફ ક્લિનિકની શરૂઆત કરવામાં આવી છે. આ ક્લિનિકમાં યુવા ખેલાડીઓને ગોલ્ફ રમતની નાનામા નાની બાબતથી લઇને દરેક વાત શિખવવામા આવશે. ગોલ્ફની સ્ટીક, ગોલ્ફના મેદાન, કઇ રીતે રમાય છે જેવી તમામ બાબતોથી માહિતગાર કરવામાં આવશે. તો બીજી તરફ તેમાં કારકિર્દી બનાવવા માટેનો યુવાનોને યોગ્ય માર્ગદર્શન પણ આપવામાં આવશે. નાના બાળકોથી લઇને મોટા લોકો સુધી કે જેને ગોલ્ફની રમત જાણવી-સમજવી છે અને જેને ગોલ્ફમાં કારકિર્દી બનાવવી છે તેવા લોકોને અહી યોગ્ય જાણકારી અને પ્રેકટીસ કરાવવામાં આવશે.

ટ્રેનીંગમાં શું કરાવવામાં આવશે…?
કેન્સવિલે ગોલ્ફ ક્લિનિક એકેડેમીમાં તાલિમ લેનારને ગોલ્ફની ટેકનિક, ગ્રીપ, ગેમનો સ્કોરીંગ, તેના સાધનો સહીતની બાબતોથી માહિતગાર કરવામાં આવશે.

ગોલ્ફ ક્લિનિકનો મુખ્ય ઉદ્દેશ
ગોલ્ફ ક્લિનિક શરૂ કરવાનો મુખ્ય ઉદ્દેશ આ ક્લિનિક વડે એક વર્ષમાં 1500 વ્યક્તિઓ (પુખ્ત વયના તેમજ બાળકો) ને આ રમતથી પરીચીત કરવાનો અને બાળકો આ રમતમાં પોતાની કારકિર્દી બનાવે તે ઉદ્દેશ પણ રહેલો છે.

ગુજરાતમાં થતી તમામ સ્પોર્ટસ એક્ટિવિટી કવર કરાવવા માટે અમારો સંપર્ક કરો : info@sportsdiary.in

Tags
Show More

Related Articles