Ahmedabad SportsCity SportsOther Cities Sports

ગુજરાત ટેબલ ટેનિસ એસોશિએશનના સહમંત્રી દિલીપ શાહ COVID19 સામેની લડત હારી ગયા

Ahmedabad (SportsDiary.in) : ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (Gujarat Table Tennis) એસોસિએશનએ સહમંત્રી અને સાબરકાંઠા ડીસ્ટ્રીક ટી.ટી. એસોસિએશનના મંત્રી દિલીપ શાહને ગુમાવી દીધાં છે. તેઓ શુક્રવારે ગાંધીનગર ખાતે હોસ્પિટલમાં કોરોના વાયરસથી મૃત્યુ પામ્યા છે. દિલીપ શાહના પરિવારમાં પત્ની, પુત્ર અને પુત્રી છે. તેમને જણાવી દઇએ કે તેની પત્ની પણ ચેપગ્રસ્ત છે અને હોસ્પિટલમાં હાલ સારવાર લઇ રહ્યા છે. દિલીપ શાહ ટેબલ ટેનિસના વિકાસમાં સક્રિયપણે સામેલ હતા. ગત અઠવાડિયે તેમનો કોરોના રીપોર્ટ પોઝિટિવ આવતા ગાંધીનગરની હોસ્પિટલમાં ખસેડાયા હતા.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ (Gujarat Table Tennis) (GSTTA) ના પ્રમુખ વિપુલ મિત્રા તથા સંસ્થાના સબ્યોએ દિલીપભાઇના નિધન પર દુખ વ્યક્ત કર્યું હતું અને તેમને એક મહેનતુ ટેબલ ટેનિસ સભ્ય ગણાવ્યા હતું.

વિપુલ મિત્રાએ દિલીપ શાહને શ્રદ્ધાંજલિ આપતા જણાવ્યું હતું કે “શાહ પરિવાર પ્રત્યે મારી હાર્દિક સંવેદના છે. દિલીપભાઇએ ટી.ટી. રમત માટે ખાસ કરીને સાબરકાંઠામાં ઘણું યોગદાન આપ્યું છે. જીએસટીટીએ તેમને હંમેશા યાદ રાખશે. તેના આત્માને શાંતિ મળે”  જીએસટીટીએ પ્રમુખે શાહના પત્નીની ઝડપથી સ્વસ્થતા માટે પણ પ્રાર્થના કરી હતી. “દિલીપભાઇ શાહના પત્નિ પણ આ બીમારી સામે યુદ્ધ લડી રહ્યા છે, જીએસટીટીએ વતી હું તેમના માટે પણ પ્રાથના કરુ છું કે તેઓ કોરોના સામેની લડત જીતી જાય.”

આ પણ વાંચો : 74 સાઈકલિસ્ટોની 74 કિ.મી. ની રાઇડ, ફિટ રહેવા આપ્યો સંદેશો

જીએસટીટીએના ચેરમેન મિલિન્દ તોરવાને, માનદ મંત્રી હરેશ સંગતાની તેમજ બધા પદાધિકારીઓએ પણ દિલીપભાઇના અવસાન બદલ દુખ વ્યક્ત કર્યું હતું અને તેમના પરિવાર પ્રત્યે સવેદના વ્યક્ત કરી હતી.

Tags
Show More

Related Articles