City SportsSurat Sports

સુરતના ટેબલ ટેનીસ ખેલાડી હરમીત દેશાઇ વર્લ્ડ ટીમ ચૈમ્પિયનશિપમાં ભાગ લેવા સ્વિડન જવા રવાના થયો

26 એપ્રિલ (Sports Diary), અમદાવાદ : ઓસ્ટ્રેલિયામાં રમાયેલ 21માં કોમનવેલ્થ ગેમ્સમાં શાનદાર પ્રદર્શન કરી ગોલ્ડ અને બ્રોન્ઝ મેડલ જીતનારા ગુજરાતમાં સુરતના હરમીત દેસાઈ સહિતના ભારતીય ટેબલ ટેનિસ ખેલાડીઓ સ્વિડનમાં શરૃ થઈ રહેલી વર્લ્ડ ટીમ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપમાં ભાગ લેવા માટે રવાના થયા હતા. કોમનવેલ્થ ગેમ્સમાં ડબલ ગોલ્ડની સાથે એક સિલ્વર અને બ્રોન્ઝ જીતનારી માનિકા બત્રા સહિતની અન્ય મહિલા ખેલાડીઓ પણ ભારતીય ટીમમાં સામેલ છે. જ્યારે મેન્સ ટીમમાં હરમીતની સાથે શરથ કમલ, જી. સાથીયાન વિગેરેને તક આપવામાં આવી છે.

વર્લ્ડ ટીમ ચૈમ્પિયનશિપ સ્વીડનના હાલ્મસ્ટેન્ડ ખાતે તારીખ ૨૯મી એપ્રિલથી છ મે દરમિયાન રમાશે. શરથ કમલની આગેવાની હેઠળની ભારતીય ટીમ સ્વીડનના વેર્બેર્ગ ખાતે ટ્રેનિંગ કરશે. ભારતની મેન્સ ટીમ હાલ ટેબલ ટેનિસમાં ૧૦મા ક્રમે છે. જ્યારે મહિલા ટીમને ૧૪મો ક્રમ આપવામાં આવ્યો છે. ભારતીય મેન્સ ટીમને ગુ્રપ ડીમાં સ્થાન આપવામા આવ્યું છે, જેમાં ફ્રાન્સ, સાઉથ કોરિયા, ઓસ્ટ્રીયા, ક્રોએશિયા અને પોલેન્ડ છે. જ્યારે ભારતની મહિલા ટીમ ગુ્રપ એમાં ચીન, સિંગાપોર, રશિયા, બેલારુસ અને સ્વિડન સાથે તક મળી છે.

પુરૂષ ટીમ :
શરથ કમલ, હરમીત દેસાઈ, જી.સાથિયાન, એ.અમલરાજ અને સનિલ શેટ્ટી.

મહિલા ટીમ :
માનિકા બત્રા, મૌમા દાસ, મધુરિકા પાટકર, પૂજા સહસ્ત્રબુદ્ધે અને સુતીર્થા મુખર્જી.

Tags
Show More

Related Articles