City SportsOther Cities SportsSurat Sports

હરમિત અને સૌમ્યજીતે પોલેન્ડમાં જીત્યો સિલ્વર મેડલ

ચેસ્ટોકોવા : ચેસ્ટોકોવા ખાતે યોજાયેલી 2017 ચેલેન્જ પોલીશ ઓપન ટેબલ ટેનિસ ટુર્નામેન્ટમાં સુરતના હરમિત દેસાઈએ સૌમ્યજીત ઘોષ સાથે મળીને મેન્સ ડબલ્સ વિભાગમાં સિલ્વર મેડલ જીત્યો હતો. ભારતીય જોડીનો ફાઇનલમાં હોંગકોંગની ક્વાન કીટ અને પાક નેમની જોડી સામે પરાજય થયો હતો.

હરમિત અને સૌમ્યજીતે 12-10થી પહેલી ગેમ જીતીને ફાઇનલનો સફળ પ્રારંભ કર્યો હતો. જોકે આ સફળતા જાળવી રાખવામાં તેઓ નિષ્ફળ રહ્યા હતા અને અંતે હોંગકોંગની જોડીએ પુનરાગમન કરીને 10-12, 11-6, 11-8, 11-9થી વિજય હાંસલ કર્યો હતો.

સેમિફાઇનલમાં ભારતીય જોડીએ જર્મનીના બેનેડિક્ટ ડૂડા અને સ્ટેફન મેંગલને 11-9, 11-9, 4-11, 11-4થી હરાવ્યા હતા. અગાઉના રાઉન્ડમાં તેમણે પોમાસ કોનેની અને થોમસ પોલેન્સ્કીની ચેક રાષ્ટ્રની જોડીને હરાવી હતી.

Tags
Show More

Related Articles