City SportsRajkot Sports

રાજકોટની હેમાલી દેશાઇ પહેલી અને એકમાત્ર મહિલા ડકવર્થ લુઇસ મેનેજર

Rajkot (SportsDiary.in) : આજના ફાસ્ટ લાઇફમાં મહિલાઓ (Hemali Desai) તમામ ક્ષેત્રે આગળ વધતી ગઇ છે. ત્યારે રાજકોટની મહિલા કે જે ક્રિકેટ ક્ષેત્રે પહેલાથી જ પોતાનું નામ બનાવી ચુકી છે તેણે વધુ એક સિદ્ધી પોતાના નામે કરી છે. રાજકોટની મહિલા સ્કોરર હેમાલી દેશાઇ (Hemali Desai) રણજી ટ્રોફીની ફાઇનલ મેચ દરમ્યાન દેશની પહેલી અને એક માત્ર મહિલા ડકવર્થ લુઇસ મેનેજર બની ગઇ છે. ત્યારે રાજકોટથી દિવ્યભાસ્કર અખબારના વરીષ્ઠ પત્રકાર મનીષ ત્રીવેદીનો ખાસ રીપોર્ટ.

હેમાલી દેશાઇ 25 વર્ષથી ક્રિકેટમાં સ્કોરીંગ કરી રહ્યા છે
રાજકોટની હેમાલી દેસાઈના ક્રિકેટ સ્કોરર તરીકેના કરિયરને 25 વર્ષ થઈ ચૂક્યા છે. અનુભવી મહિલા સ્કોરર હેમાલીએ 13 માર્ચના રાજકોટમાં પૂર્ણ થયેલી સૌરાષ્ટ્ર અને બંગાળ વચ્ચેની રણજી ફાઈનલમાં પણ સ્કોરરની ભૂમિકા ભજવી હતી. 44 વર્ષીય હેમાલી BCCIની સ્કોરિંગ પેનલમાં સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન (SCA) તરફથી છે. તે દેશની એકમાત્ર મહિલા ડકવર્થ લૂઇસ મેનેજર છે. તેમણે પોતાના કરિયરમાં અત્યાર સુધી 11 વન-ડે. 3 ઈન્ટરનેશનલ ટી-20 અને 2 ટેસ્ટમાં સ્કોરરની ભૂમિકા ભજવી છે. આ ઉપરાંત તેઓ ઘણી IPL મેચ અને 100થી વધુ ડોમેસ્ટિક મેચમાં પણ સ્કોરરની ભૂમિકા ભજવી ચૂક્યા છે.

Hemali Desai (PC : Facebook)

જાણો મનીષ ત્રિવેદી સાથે વાત કરતા હેમાલી દેશાઇએ શું કહ્યું
હેમાલીએ જણાવ્યું કે, ‘1990થી 1995 વચ્ચે સ્કૂલ-કોલેજકાળમાં U-16, વેસ્ટ ઝોન અને ઓલ ઇન્ડીયા યુનિ.ક્રિકેટ ટૂર્નામેન્ટ રમ્યા બાદ ક્રિકેટમાં આગળ વધવાની ઇચ્છા હતી. 1994માં સ્ટેટ પેનલ સ્કોરરની પરિક્ષા આપી અને 1997માં BCCI દ્વારા સ્કોરર બનવાની પરિક્ષા આપી. પ્રારંભમાં લાગ્યું કે હું સ્કોરર તરીકે લાંબુ ટકી શકીશ નહિ. પરંતુ હું સફળ થઇ. જેથી 100થી વધુ ડોમેસ્ટીક ટૂર્ના.માં સ્કોરર રહી ચૂકી છું. 2005-06માં યુરો-એશિયા કપમાં પણ સ્કોરર તરીકે કામ કરવાની તક મળી.’

દેશમાં ક્વોલિફાઇડ માત્ર 8 મહિલા સ્કોરર છે : હેમાલી
હેમાલીએ આગળ કહ્યું કે, ‘દેશમાં માત્ર 8 જેટલી મહિલા જ કવોલીફાઇડ સ્કોરર છે. તે પૈકી હું અને મારી જૂનિયર સેજલ દવે મહેતા રાજકોટની તમામ ઈન્ટરનેશનલ અને ડોમેસ્ટીક મેચમાં સ્કોરર તરીકે કામ કરીએ છીએ. સ્કોરરની ભૂમિકા બાદ 2 વર્ષ અગાઉ ‌BCCIએ ડકવર્થ લૂઇસ મેનેજરની જવાબદારી સોંપી, ડીએલ મેનેજર તરીકે 2 વન ડે અને 3 ટી-20માં સેવા આપી છે.’

આ પણ વાંચો : Ranji Trophy : 76 વર્ષ બાદ સૌરાષ્ટ્ર ટીમ ચેમ્પિયન બની, પહેલી ઇનીંગમાં લીડના આધારે બન્યું ચૈમ્પિયન

હરભજન પણ આશ્ચર્યચક્તિ થયો હતો
રણજીની 2015ની સિઝનમાં સૌરાષ્ટ્ર-પંજાબ વચ્ચેની મેચ રાજકોટમાં રમાઈ હતી. જેમાં હેમાલી દેસાઇ અને સેજલ દવે મહેતા સ્કોરર હતી. આ સમયે પંજાબનો કેપ્ટન હરભજન સ્કોર જાણવા માટે સ્કોરર રૂમમાં પહોંચ્યો જ્યાં તે બંને મહિલા સ્કોરરને જોઇ આશ્ચર્યચક્તિ થયો હતો.

Tags
Show More

Related Articles