Ahmedabad SportsCity Sports

હિરામણી સ્કૂલે RFYS માં બેવડો ખિતાબ જીત્યો

અમદાવાદ : હિરામણી સ્કૂલે રિલાયન્સ ફાઉન્ડેશન યુથ સ્પોટર્સ ફૂટબોલ ટૂર્નામેન્ટના અમદાવાદ વિભાગમાં બુધવારે અત્રે જૂનિયર અને સિનિયર બોયસનો ખિતાબ જીતી લીધા હતા. હિરામણી માટે આ માર્ગ સરળ રહ્યો નહતો. સાલ એજન્યુકેશન કેમ્પસ પર રમાયેલી ફાઈનલ્સમાં જૂનિયર વિભાગમાં ટીમે સ્વામિનારાયણ ગુરુકૂલ વિશ્વવિધ્યા પ્રતિષ્છાનમ (એસજીવીપી) ઈન્ટરનેશનલ સ્કૂલ, છારોડીને 1-0થી જ્યારે સિનિયર્સે દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલને 2-0થી પરાજય આપ્યો હતો.

પ્લેયર ઓફ ધ મેચ ફિરોઝ અન્સારીના 16મી મિનિટના ગોલે એસજીવીપીને પરાજયમાં યોગદાન આપ્યું હતું. અકિંત ઠાકુરના પેનલ્ટિને ગોલમાં પરિવર્તિત કરીને ચોથી મિનિટમાં સરસાઈ મેળવાયા બાદ ફાઈનલના પ્લેયર ઓફ ધ મેચ પ્રતિક સ્વામી એ 50મી મિનિટમાં બીજો ગોલ કરીને હિરામણી સિનિયર્સનો વિજય નિશ્ચિત કર્યો હતો.

કોલેજ બોયસ અને સ્કૂલ ગર્લ્સની ફાઈનલ્સ એક તરફી રહી હતી. શ્રી મેધજી પેછરાજ શાહ કોમર્સ કોલેજ અને માય ઓન હાઈ સ્કૂલે મોટા વિજય મેળવ્યા હતા. ધ એમપી કોલેજ બોયસે લાલભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગને 10-0થી પરાજય આપ્યો હતો. તેઓએ બીજા હાફમાં આઠ ગોલ ફટકાર્યા હતા.

પ્લેયર ઓફ ધ મેચ પવન રામાનુજે ત્રણ ગોલ જ્યારે સંતોષ પરમાર અને ફારૂક શોઢાએ બે-બે ગોલ કર્યયા હતા. યશ ઠક્કર, ક્ષિતિજ પરમાર અને અનિરૂધ્ધ ઠાકોરે પણ ગોલ કર્યા હતા. પ્રથમ સત્રમાં 0-2થી પાછળ રહ્યા બાદ એલડી કોલેજે બીજા હાફમાં 10 ગોલ ફટકારીને ટીમને વિજય અપાવ્યો હતો. મિડફિલ્ડર જેહોશા ખેઈમેઈછો 66મી મિનિટમાં રફ ટેકલ કર્યું હતું. જોકે એ પછી તેઓએ ચાર ગોલ ફટકારી દીધા હતા.


સ્કૂલ ગર્લ્સની ફાઈનલમાં પણ આવી જ સ્થિતિ જોવા મળી હતી. માય ઓન હાફ ટાઈ મ સુધી 2-0થી આગળ હતી પરંતુ પછી બીજા હાફમાં તેઓએ ગોલની વણઝાર લગાવી દીધી હતી. 
શિલ્પાબહેન પ્રહલાદજી ઠાકોરએ હેટ્રિક સાથે પાંચ ગોલ ફટકાર્યા હતા (9,16, 34, 55 અને 61મી મિનિટમાં). તેને પ્લેયર ઓફ ધ મેચ જાહેર કરાઈ હતી. હેતલ ઠાકોરે (38મી મિનિટ) વિજેતા ટીમ માટે ગોલ કર્યો હતો. ડીપીએસ તરફથી માત્ર ઈરા શર્માએ ગોલ કર્યો હતો. ડીપીએસ બોપલ સિનિયર બોયસ અને સ્કૂલ ગર્લ્સની ફાઈનલમાં પહોંચ્યું હતું પરંતુ બન્નેમાં ટીમ રનર્સ અપ રહી હતી.

ફાઈનલ પરિણામો

જૂનિયર બોયસઃ
હિરામણી સ્કૂલ જીત્યા વિ. સ્વામિનારાયણ ગુરૂકૂળ વિશ્વવિધ્યાપ્રતિષ્ઠાનમ (એસજીવીપી) ઈન્ટરનેશનલ સ્કૂલછારોડી 1-0, ગોલ્ડન ગ્લોવઃ શ્રેય ઠક્કર (આનંદ નિકેતન, શિલજ કેમ્પસ), ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલઃ વત્સલ શર્મા (રચના સ્કૂલ)

સિનિયર બોયસઃ
હિરામણી સ્કૂલ જીત્યા વિ. દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ 2-0, ગોલ્ડન ગ્લોવઃ એવી જૈન (આનદ નિકેતન, શિલજ કેમ્પસ), ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલઃ અંકિત ઠાકુર (હિરામણી).

કોલેજ બોયસઃ
શ્રી મેઘજી પેથરાજ શાહ કોમર્સ કોલેજ જીત્યા વિ. લાલાભાઈ દલપતભાઈ કોલેજ ઓફ એન્જિનિયરિંગ 10-0, ગોલ્ડન ગ્લોવઃ આસિફ ખાન (સેન્ટ ઝેવિયર્સ કોલેજ), ગોલ્ડન બૂટઃ ફારૂક સોઢા (એમપી શાહ), ગોલ્ડન બોલઃ જેહોશા ખઈમેઈછો (એલડી કોલેજ)

સ્કૂલ ગર્લ્સઃ
માય ઓન હાઈસ્કૂલ જીત્યા વિ. દિલ્હી પબ્લિક સ્કૂલ, બોપલ 7-0, ગોલ્ડન ગ્લોવઃ કંકુબહેન ઠાકોર, ગોલ્ડન બૂટ અને ગોલ્ડન બોલઃ શિલ્પાબહેન ઠાકોર (તમામ માય ઓન)

Tags
Show More

Related Articles