Ahmedabad SportsCity Sports

પાર્થીવ પટેલની સફળતા પાછળ તેના કાકા જગત પટેલની મહેનત છે : નરેન્દ્રભાઇ મોદી

અમદાવાદ: ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શુક્રવારે અમદાવાદ ખાતે અરેના ટ્રાન્સસ્ટેડીયા સ્ટેડિયમની સાથે ખેલ મહાકુંભનું ઉદ્ઘાટન કર્યું હતું. જેમાં ભારતના અને ગુજરાતના રમત ક્ષેત્રે નામ કરનાર ખેલાડીઓનું નરેન્દ્ર મોદીએ સન્માન કર્યું હતું. જેમાં અમાદવાદના ક્રિકેટર પાર્થીવ પટેલની સફળતા પાછળ તેના કાકા જગતભાઇ પટેલની અથાગ મહેનતનો વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ઉલ્લેખ કર્યો હતો.

વડાપ્રધાન મોદીએ કહ્યું હતું કે આજના લોકો રમતને એક કારકિર્દી તરીકે નથી જોતા. પરંતુ આવનારા સમયમાં એવો માહોલ ઉભો કરવો છે કે લોકો રમત ક્ષેત્રને એક કારકિર્દી તરીકે જોવે. ત્યારે જ ભારતના લોકો રમતને એક સન્માનની નજરે જોશે. તેનું એક ઉત્તમ ઉદાહરન આપતા જણાવ્યું હતું કે ક્રિકેટર પાર્થીવ પટેલના કાકા જગતભાઇ પટેલે એવા સમયે સપનું જોયું કે જ્યારે ભારતમાં રમત એક શોખ હતો અને ત્યારે જગતભાઇ પટેલે સવારે 4 વાગે પાર્થીવ પટેલને ક્રિકેટ માટે સ્ટેડિયમ ખાતે લઇ જતા હતા. પોતાની કારકિર્દી પાછળ ન જોઇને પોતાના ભાઇના છોકરાને ક્રિકેટર બનાવવા છે તેવા લક્ષ્ય સાથે આગળ વધ્યા હતા અને સૌથી નાની ઉમરે પાર્થીવ પટેલને ટીમ ઇન્ડિયામાં સ્થાન અપાવીને જગતભાઇ પટેલે પોતાનું સપનું કહો કે લક્ષ્ય પુરૂ કર્યું હતું.

Tags
Show More

Related Articles