Ahmedabad SportsCity Sports

અમદાવાદમાં રમાયેલ સિક્સ રેડ ઓપન સ્નુકર ટુર્નામેન્ટમાં જેનીલ પટેલ ચૈમ્પિયન બન્યો

27 એપ્રિલ (Sports Diary), અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા એક અઠવાડીયાથી ચાલી રહેલી સિક્સ રેડ ઓપન સ્નુકર ટુર્નામેન્ટમાં શહેરના જેનીલ પટેલે ટાઇટલ પોતાના નામે કર્યું છે. ગુજરાત સ્ટેટ બિલિયર્ડ્ઝ એસોસિએશન દ્વારા સિક્સ રેડ ઓપન સ્નૂકર ટુર્નામેન્ટ યોજવામાં આવી હતી. આ ટુર્નામેન્ટમાં બીજો સીડ ધરાવતા જેનીલ પટેલે આ ટુર્નામેન્ટનું ટાઈટલ જીત્યું હતુ. બેસ્ટ ઓફ સેવન ફ્રેમની ફાઈનલમાં જેનીલ પટેલે ૫-૨થી ટોપ સીડ વિશાલ ગુન્દ્રેચા પરાજય આપતાં અપસેટ સર્જ્યો હતો. અગાઉ રમાયેલી સેમિ ફાઈનલ મેચમાં જેનીલ પટેલે ઓસ્વાલ્ડ માસેયને ૪-૩થી પરાજય આપ્યો હતો. જ્યારે વિશાલ ગુન્દ્રેચાએ તુષાર સહાય સામે ૪-૩થી જીત મેળવી હતી.

Tags
Show More

Related Articles