Ahmedabad SportsCity Sports

ITF ટેનિસમાં કેવિન અને પીયૂષ વિજેતા બન્યા

ઇન્દોર : ઇન્દોર ટેનિસ ક્લબ ખાતે યોજાયેલી ITF જુનિયર ટેનિસ ટુર્નામેન્ટમાં અમદાવાદના કેવિન પટેલ અને પીયૂષ સાલેકરની જોડી ચેમ્પિયન બની હતી. ફાઇનલમાં કેવિનની જોડીે અમિત બેનિવાલ અને ક્રિશન હુડાની જોડીને 4-6, 6-3, 11-9થી હરાવી હતી.

પ્રથમ સેટ 4-6થી ગુમાવ્યા બાદ કેવીન-પીયૂષે વળતી લડત આપીને બાકીના બંને સેટ આસાનીથી જીતી લીધા હતા. અમદાવાદ અને પૂણેના ખેલાડીની બનેલી આ જોડીએ સેમિફાઇનલમાં સુશાંત ડાબસ અને દિવેશ ગેહલોતને 7-5, 6-4થી હરાવ્યા હતા.

Tags
Show More

Related Articles