City SportsRajkot Sports

Rajkot : ખેલમહાકુંભમાં વોલિબોલ સ્પર્ધામાં તપોવન સ્કુલની મહિલા ટીમ ત્રીજા સ્થાને રહી

Rajkot (SportsDiary.in) : વડાપ્રધાન નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્ય પ્રધાન હતા ત્યારે તેમણે શરૂ કરાવેલ ખેલ મહાકુંભ આજે પણ સફળતા પુર્વક ચાલી રહ્યો છે. ચાલુ વર્ષે ખેલ મહાકુંભ (Khel Mahakumbh) 2019-20 ની રાજ્યભરમાં શરૂઆત થઇ ચુકી છે. જેમાં રાજકોટ (Rajkot) શહેર ખાતે વોલિબોલ સ્પોર્ધામાં યોજાઇ હતી. આ વોલિબોલ સ્પર્ધામાં અંડર 14 કક્ષાની હતી. જેમાં મહિલા કેટેગરીમાં રાજકોટની તપોવન આંતરરાષ્ટ્રીય સ્કુલની મહિલા ટીમે શાનદાર પ્રદર્શન કરતા ત્રીજા ક્રમે રહી હતી. ઉલ્લેખનીય છે કે તપોવન આંતરરાષ્ટ્રીય સ્કુલ હંમેશા ભણતરની સાથે રમત ક્ષેત્રે પણ અગ્રેસર રહે છે. વોલિબોલની મહિલા ટીમે વોલિબોલ સ્પોર્ધામાં ત્રીજા સ્થાન મેળવવા બદલ તપોવન શાળાના સંચાલકો અને સ્ટાફે અભિનંદન પાઠવ્યા હતા. આ સ્પર્ધા અંતર્ગત શાળાના વોલિબોલ કોચે વિદ્યાર્થિનીઓને માર્ગદર્શન આપ્યું હતું.

રાજકોટની પ્રિયાંથી ચૌહાણ ઓલ ઇન્ડિયા લોન ટેનિસ U16 માં રનર્સ અપ રહી

PC : SportsDiary.in

રોજકોટમાં રમાયેલી અન્ય રમતની વાત કરીએ તો ઓલ ઇન્ડિયા ટેનિસ અન્ડર-16ની સ્પર્ધામાં રાજકોટની પ્રિયાંશી ચૌહાણે શાનદાર પ્રદર્શન કરી રનરઅપ બની છે. પ્રિયાંશીએ ક્વાર્ટર ફાઇનલમાં ટોપ સીડ અસ્મી વાડવાને, સેમીફાઇનલમાં અમદાવાદની આરૂષી રાવલને 6-3, 6-3થી હરાવી ફાઇનલમાં પ્રવેશ કર્યો હતો. ફાઇનલ મેચ અમદાવાદની ખુશાલી મોદી સામે રમાયો હતો. જેમાં પ્રિયાંશીને 2-6, 2-6થી પરાજયનો સામનો કરવો પડ્યો હતો.

રાજકોટનો પાર્થ સતત ત્રીજા વર્ષે રૂરલ U14 ટીટી સ્પર્ધામાં પહેલા સ્થાને આવ્યો
રાજકોટ રૂરલમાં તાજેતરમાં અન્ડર-14 ટેબલ ટેનિસ સ્પર્ધા ભાયાવદર ખાતે યોજાઇ હતી. આ સ્પર્ધામાં પોદાર ઇન્ટરનેશનલ સ્કૂલમાં ધો.8માં અભ્યાસ કરતા પાર્થ ગજાનન ભટ્ટે સિંગલ્સ ઇવેન્ટમાં સતત ત્રીજા વર્ષે પ્રથમ સ્થાન મેળવી શાળાનું ગૌરવ વધાર્યું છે. પાર્થની સિદ્ધિ બદલ પોદાર શાળા સંચાલકોએ અભિનંદન સાથે આગામી જિલ્લાકક્ષાની સ્પર્ધામાં ઉત્તમ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પાઠવી છે.

Tags
Show More

Related Articles