Ahmedabad SportsCity Sports

ખેલ મહાકુંભમાં ચેસ સ્પર્ધામાં અમદાવાદની અનિલાબેન સતત સાતમાં અને અર્પી શાહ સતત છઠ્ઠા વર્ષે ચેમ્પિયન બન્યા

અમદાવાદ (SportsDiary.in) : અમદાવાદમાં ગોતાના રાજપુત વિધાનસભા હોલ ખાતે ખેલ મહાકુંભની રાજ્યકક્ષાની ચેસ સ્પર્ધામાં 60 વર્ષની ઉપરની કેટેગરીમાં શહેરના અનીલાબેન શાહ સતત સાતમાં વર્ષે અને 40 વર્ષની ઉપરની મહિલાઓની કેટેગરીમાં અર્પી શાહ સતત છઠ્ઠા વર્ષે વિજેતા રહ્યા હતા. તો અંડર 11 ગર્લ્સની કેટેગરીમાં સુહાની સમદાણી ચેમ્પિયન રહી હતી. શિક્ષકોની કેટેગરીમાં જુનાગઢની વિભુતી રાવલ પહેલા અને અમદાવાદની હિરલ ચતુર્વેદી બીજા ક્રમે રહી હતી.

ઓપન ગ્રુપ સ્પર્ધામાં ગાંધીનગરની જીજ્ઞા જોષી પહેલા, વડોદરાની ફોરમ ઠક્કર બીજા ક્રમે રહી હતી. 60 વર્ષની ઉપરની કેટેગરીમાં અમદાવાદની દેવિકા શાહ ત્રીજા ક્રમે રહી હતી. તો 40 વર્ષની ઉપરની કેટેગરીમાં રેશ્મા શાહ બીજા ક્રમે રહી હતી.  ઓપન એજ ગ્રુપમાં મહિલાઓની સ્પર્ધામાં આકાંશા શાહ ત્રીજા અને નંદીની મુદલીયર ચોથા ક્રમે રહી હતી. અંડર 11 ગર્લ્સની સ્પર્ધામાં અમદાવાદની હીયા પંચાલ ત્રીજા ક્રમે રહી હતી.

Tags
Show More

Related Articles