City SportsOther Cities Sports

આજે દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું ગાંધીનગર ખાતે ઉદ્ઘાટન સમારોહ

6 જુલાઇ, (SportsDiary.in), ગાંધીનગર : એવું કહી શકવામાં જરા પણ સંકોચ ના અનુભવાય કે ભારતમાં હવે રમત કારકિર્દીનું એક મહત્વનું ક્ષેત્ર બની ગયું છે. જેમાં સમાન્ય માણસ જ નહી પરંતુ દિવ્યાંગ લોકો પણ રમતમાં પોતાની કારકિર્દી બનાવા માટે આગળ આવી રહ્યા છે. જેને ધ્યાને લઇ ખેલો ઇન્ડિયામાં દિવ્યાંગ ખેલાડીઓ માટે ખાસ આયોજન કરવામાં આવ્યું છે. જેને પગલે આજે 6ટ્ઠી જુલાઇના રોજ ગાંધીનગર ખાતે સાંજે 6:30 કલાકે દિવ્યાંગ ખેલાડીઓ માટે ખેલો ઇન્ડિયા નેશનલ ગેમ્સનું આયોજન કરવામાં આવી રહ્યું છે. જે ગાંધીનગરમાં ગુજરાત નેશનલ લો યુનીવર્સીટિ કોબા ખાતે આજે ઉદ્ઘાટન સમારોહ રાખવામાં આવ્યો છે.

Photo Source : Google

સમાજનું અભિન્ન અંગ એવા દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે યોજાનાર આ સમારોહમાં કેન્દ્રીય આરોગ્ય મંત્રી જે.પી.નડ્ડા, નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ, યુવક સેવા સાંસ્કૃતિક પ્રવૃત્તિ અને રમત ગમત વિભાગના રાજ્ય મંત્રી ઇશ્વરભાઇ પટેલ ખાસ ઉપસ્થિત રહેશે અને દિવ્યાંગ ખેલાડીઓને પ્રેરક માર્ગદર્શન પણ આપશે. દિવ્યાંગોની શક્તિને પ્રોત્સાહિત કરવા માટે આ હરિફાઇ નહીં પણ એક ઉજવણી છે ત્યારે દિવ્યાંગ બાળકોને પ્રોત્સાહિત કરવા માટે ઉપસ્થિત રહેવા નિમંત્રણ છે.

Tags
Show More

Related Articles