Ahmedabad SportsCity Sports

Ahmedabad : શહેરની માહોર ટેકવાન્ડો ક્લબે 8 ગોલ્ડ સાથે કુલ 42 મેડલ જીત્યા

Ahmedabad (SportsDiary.in) : છેલ્લા ઘણા સમયથી અમદાવાદ (Ahmedabad) માં ટેકવાન્ડો (Taekwondo) રમતમાં અનેક ખેલાડીઓ શાનદાર રમત રમી રહ્યા છે અને રાજ્ય તથા રાષ્ટ્રીય કક્ષાએ મેડલો જીતતા આવ્યા છે. ત્યારે અમદાવાદમાં જાણીતા ખોખરા સ્પોર્ટ્સ કોમ્પલેક્ષમાં આઠમી જિલ્લા કક્ષાની ટેકવાન્ડો સ્પર્ધા યોજાઈ હતી. રાજ્યના અનેક જિલ્લામાંથી મોટી સંખ્યામાં ટેકવાન્ડો ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં માહોર ટેકવાન્ડો ક્લબના વિદ્યાર્થીઓએ શાનદાર પ્રદર્શન કરતા 8 ગોલ્ડ, 10 સિલ્વર અને 24 બ્રોન્ઝ મેડલ પોતાના નામે કર્યા હતા. આ અમદાવાદની માહોર ક્લબના ખેલાડીઓએ 8 ગોલ્ડ સહીત કુલ 42 મેડલ જીત્યા હતા. આ બાળકોએ ટેકવાન્ડોની ટ્રેનિંગ કૃણાલભાઈ માહોર અને સ્મિતભાઈ પટેલ પાસેથી મેળવી છે.

અમદાવાદમાં ત્રીજી ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ રમાશે

PC : SportsDiary.in

શહેરમાં અન્ય રમતોની વાત કરીએ તો ટેબલ ટેનિસની ડિસ્ટ્રીક્ટ કક્ષાની ત્રીજી ચેમ્પિયનશિપ યોજાશે. ગુલમોહર ગ્રીન્સ ગોલ્ફ એન્ડ કન્ટ્રી કલબ તા. 14 અને 15 સપ્ટેમ્બર દરમિયાન ત્રીજી અમદાવાદ ડીસ્ટ્રીકટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશીપનુ આયોજન કરી રહી છે. આ ચેમ્પિયનશિપ મારફતે ઈન્ટર-ડિસ્ટ્રીક્ટ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપની ઓપન કેટેગરીમાં જીલ્લાનું પ્રતિનિધિત્વ કરવા ખેલાડીઓની પસંદગી કરવામાં આવશે. અભિલાષ રાવલ પણ ધૈર્ય અને અક્ષિતને ટક્કર આપવા માટે તૈયાર છે. મેન્સ વિભાગમાં મુકાબલા રસપ્રદ રહેવાની શક્યતા છે. વિમેન્સ વિભાગમાં મુકાબલા એકતરફી રહે તેવી સંભાવના છે.

Tags
Show More

Related Articles