City SportsSurat Sports

રાષ્ટ્રીય કક્ષાની ટેબલ ટેનીસ સ્પર્ધામાં સુરતના માનવની બેવડી સિદ્ધી

દિલ્લી : સુરતના માનવ ઠક્કરે ગુજરાતના ટેબલ ટેનિસના ઇતિહાસમાં નવું પૃષ્ઠ ઉમેરતાં 11સ્પોર્ટ્સ નેશનલ રેન્કિંગ ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપ (નોર્થ)માં બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. તેણે ગ્રેટર નોઇડાના ગૌતમ બુદ્ધ યુનિવર્સિટી હોલ ખાતે યોજાયેલી ટુર્નામેન્ટમાં બે ટાઇટલ જીત્યા હતા.

17 વર્ષીય માનવ ઠક્કરે રિઝર્વ બેંકના અનુભવી ખેલાડી રાજ મોંડલને મેન્સ સિંગલ્સની ફાઇનલમાં 4-1થી હરાવ્યો હતો અને ત્યાર બાદ જુનિયર બોયઝનું ટાઇટલ જીતવા માટે તેલંગણાના એસએફઆર સંચિતને 4-0થી હરાવ્યો હતો. આ સાથે એક જ ટુર્નામેન્ટમાં મેન્સ અને જુનિયર એમ બે ટાઇટલ જીતનારો માનવ સૌથી યુવાન ગુજરાતી ખેલાડી પણ બન્યો હતો.

નોઇડા ખાતેની આ ઇવેન્ટમાં મોખરના મેન્સ ખેલાડીઓ હરમિત દેસાઈસૌમ્યજીત ઘોષસાનિલ શેટ્ટીશરથ કમાલ અને જી. સાંથિયન રમી રહ્યા નથી. અગાઉ યૂથ બોયઝની પ્રિ ક્વાર્ટર ફાઇનલમાં હારી ગયેલો માનવ મેન્સ સિંગલ્સની ફાઇનલમાં તેના હાથમાં આવેલી તક જતી કરવાના મૂડમાં જરાય ન હતો. બીજી ગેમમાં 1-11થી પરાસ્ત થયો હોવા છતાં તેણે ત્રીજી ગેમમાં તેણે ચોથા ગેમ પોઇન્ટ સાથે સફળતા હાંસલ  કરી હતી અને ત્યાર બાદ તેણે રિઝર્વ બેંકના હરીફ સામે આક્રમણ કર્યું હતું. રાજ મોંડલ તેની અંતિમ ફાઇનલ રમી રહ્યો હતો.


ચોથી ગેમમાં અર્જુન ઘોષ સામે 
1-2 અને 4-7થી પાછળ રહ્યા બાદ માનવે પોતાનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કર્યું હતું. ત્રીજા ક્રમના માનવ ઠક્કરે એકાગ્રતા દાખવી હતી અને વળતો પ્રહાર કરીને પશ્ચિમ બંગાળના હરીફને પાછળ ધકેલી દીધો હતો. અંતે તેણે 11-5, 1-11, 16-14, 11-8, 11-8થી મેચ જીતી લીધી હતી.

ગુજરાતનો અન્ય ખેલાડી દેવેશ કારિયા ક્વાર્ટર ફાઇનલમાંથી આઉટ થઈ ગયો હતો. જુનિયર બોયઝની ફાઇનલમાં માનવ માટે આસાન મુકાબલો રહ્યો હતો. તેણે તેલંગણાના એસએફઆર સંચિત સામે ખાસ મહેનત કરવી પડી ન હતી અને 11-6, 11-6, 11-4, 11-6થી વિજય હાંસલ કર્યો હતો. મેન્સ ટાઇટલ જીત્યા બાદ માનવ ઠક્કરે જણાવ્યું હતું કે હું ખુશ છું કે મેં બંને ટાઇટલ હાંસલ કર્યા છે. અગાઉ ફાઇનલમાં પ્રવેશ્યા બાદ હું મેન્સ ટાઇટલ જીતવાની તક ગુમાવી ચૂક્યો હતો પરંતુ આજે હું પ્રતિબદ્ધ હતો.

માનવના મતે આ જ સ્થળે ગયા સપ્તાહે યોજાયેલી વર્લ્ડ જુનિયર સરકિટે મને ઘણી મદદ કરી છે. અહીં વર્લ્ડ જુનિયર સરકિટમાં રમવાથી અહીંની પરિસ્થિતિથી હું વાકેફ હતો પરંતુ સૌથી અગત્યની બાબત એ છે કે જુનિયર સરકિટમાં રમવાને કારણે હું મેચ ફિટ હતો અને સારી રિધમમાં હતો. તેનાથી મને ઘણી મદદ મળી રહી હતી.

ગુજરાત સ્ટેટ ટેબલ ટેનિસ  એશોસિએશન (GTTA) ના પ્રમુખ વિપુલ મિત્રા, આઈએએસ, ચેરમેન મિલિન્દ તોરવાને, આઈએએસ, માનદ મંત્રી હરેશ સંગતાણી અને જીએસટીટીએના બધા પદાધિકારીઓએ માનવને આ સિદ્ધિ બદલ અભિનંદન પાઠવ્યા હતા.


પરિણામો :

મેન્સ ફાઇનલ : માનવ ઠક્કર જીત્યા વિરુદ્ધ રાજ મોંડલ 11-5, 1-11, 16-14, 11-8, 11-8.

જુનિયર બોયઝ ફાઇનલ : માનવ ઠક્કર જીત્યા વિરુદ્ધ એસએફઆર સંચિત 11-6 11-6 11-4 11-6.

Tags
Show More

Related Articles