City SportsSurat Sports

સ્ટેટ રેકિંગ ટેબલ ટેનીસ ટુર્નામેન્ટમાં માનુષે યુથ બોયઝનું ટાઇટલ જીત્યું

15 જુન, (SportsDiary.in), સુરત : હાલમાં શાનદાર ફોર્મ ધરાવતા વડોદરાના માનુષ શાહે મેન્સ સિંગલ્સ ટાઇટલ જીત્યા બાદ યૂથ બોયઝ ટાઇટલ પણજીતીને બેવડી સિદ્ધિ હાંસલ કરી હતી. અહીંના સરિતા સાગર સંકુલ ટ્રસ્ટ ખાતે રમાયેલી સ્વ. ભરત વી. જરીવાલા મેમોરિયલ પ્રથમ ગુજરાત State Ranking ટેબલ ટેનિસ ટુર્નામેન્ટ 2018માં માનુષ શાહ છવાઈ ગયો હતો.

ત્રીજા ક્રમની અમદાવાદની કૌશા ભૈરપુરેએ સ્થાનિક ખેલાડી અને મોખરાના ક્રમની ફિલઝાહ ફાતીમા કાદરીને રોમાંચક ફાઇનલમાંહરાવીને યૂથ ગર્લ્સ ટ્રોફી જીતી લીધી હતી. યૂથ બોયઝ ફાઇનલમાં ડાબેરી ખેલાડી માનુષનો મુકાબલો બીજા ક્રમના કચ્છના ઇશાન હિંગોરાણી સામે હતો. થોડા કલાક અગાઉ જમેન્સ સિંગલ્સમાં ચેમ્પિયન બનેલો માનુષ તેના હરીફ સામે મજબૂત પુરવાર થયો હતો. વારંવાર ઇન્ડિયા કેમ્પમાં સ્થાન હાંસલ કરનારામાનુષે તેના અસરકારક હાઇ ટોસ બેકહેન્ડ સર્વિસથી ઇશાનને મહાત કર્યો હતો. માનુષે સમગ્ર મેચમાં તેની સર્વિસમાં માત્ર આઠ પોઇન્ટગુમાવ્યા હતા.

માનુષે ઇશાનને ખાસ તક આપી ન હતી. તેણે શોર્ટ રેલી જાળવી રાખી હતી. આ ઉપરાંત ઇશાન દબાણ હેઠળ જણાતો હતો. માનુષેપોતાનું વર્ચસ્વ જાળવી રાખીને 12‑10,11‑8, 11‑6 અને 11‑3 થી મેચ જીતી લીધી હતી. માનુષ હવે ત્રેવડી સિદ્ધિને આરે આવી ગયો છે કેમ કેતેણે જુનિયર બોયઝની ફાઇનલમાં પણ પ્રવેશ કર્યો હતો.

બીજી તરફ કૌશાએ અપસેટ સર્જીને ફિલઝાહ ફાતીમા કાદરીને તેના ઘરઆંગણાના પ્રેક્ષકો સામે જ હરાવી હતી. કૌશાએ કેટલાક શાનદારડાઇન ધ લાઇન શોટ રમ્યા હતા અને ટોપ સ્પિન સર્વિસ દ્વારા સીધા સેટમાં 11-9, 11-8, 13-11, 11-7 થી જીત મેળવી હતી. ફિલઝાહમાટે આ બીજું રનર્સ અપ ટાઇટલ હતું કેમ કે તે વિમેન્સની ફાઇનલમાં ફ્રેનાઝ છિપિયા સામે હારી ગઈ હતી.

Tags
Show More

Related Articles