Baroda SportsCity SportsOther Cities Sports

રાષ્ટ્રીય કક્ષાની રમતમાં જુનિયર બોયઝના ટાઇટલ પર ગુજરાતના માનુષ શાહે કબ્જો કર્યો

10 જુલાઇ, (SportsDiary.in) અમદાવાદ : હાલમાં શાનદાર ફોર્મમાં રમી રહેલા ગુજરાતના માનુષ શાહે પંચકૂલામાં તાઉ દેવી લાલ સ્ટેડિયમ ખાતે યોજાયેલી ઇલેવન સ્પોર્ટ્સ નેશનલ રેન્કિંગ (નોર્થ ઝોન) ટેબલ ટેનિસ ચેમ્પિયનશિપમાં પીએસપીબીના અનુકરામ જૈનને 4-2થી હરાવીને જુનિયર બોયઝ ટાઇટલ જીતી લીધું હતું. તેણે કારકિર્દીમાં બીજી વાર ઝોનલ નેશનલ ટ્રોફી જીતી છે. આક્રમક ડાબેરી ખેલાડી અને મોખરાના ક્રમના માનુષે બીજા ક્રમના અનુકરામને સારી લડત આપવા મજબૂર કર્યો હતો જે એક તબક્કે 0-2થી પાછળ હતો. પરંતુ ગુજરાતી ચશ્માધારી ખેલાડીએ ઝડપી રમત દાખવી હતી અને તેની એકેડમીના ખેલાડીને પરાસ્ત કર્યો હતો. વડોદરાના માનુષે 12-10, 11-9, 7-11, 8-11, 11-8, 11-9થી મેચ જીતી લીધી હતી.

 

ફાઇનલ અંગે ચર્ચા કરતાં માનુષે જણાવ્યું હતું કે તેને સારી લડતની અપેક્ષા હતી. માત્ર ફાઇનલ જ નહીં પરંતુ તમામ મેચ પ્રારંભથી જ રોમાંચક હતી પરંતુ હું એ દબાણ ધરાવતી મેચ જીતવા માટે પ્રતિબદ્ધ હતો અને મેં તેના તરફ જ ધ્યાન કેન્દ્રિત કર્યું હતું તેમ એસએજીની શક્તિદૂત યોજનાના લાભાર્થીએ ઉમેર્યું હતું.

 

માનુષના જણાવ્યા મુજબ ગયા મહિને સ્ટેટ રેન્કિંગ ટુર્નામેન્ટમાં ત્રેવડી સિદ્ધિ હાંસલ કરી હતી તે બાબત મને અહીં મજબૂત આત્મવિશ્વાસ પેદા કરવામાં મદદરૂપ બની હતી. સ્ટેટમાં ત્રણ ટાઇટલ જીત્યા તે મારા માટે વોર્મ અપ સમાન બની રહ્યા હતા.ત્યાર બાદ મેં નેશનલ રેન્કિંગનો પ્રારંભ કર્યો હતો. નેશનલ કેમ્પમાં મને સારી પ્રેક્ટિસ મળી હતી જેનાથી મને સ્ટેટ અને ઝોનલ બંનેમાં મદદ મળી હતી. તેમ માનુષે જણાવ્યું હતું. માનુષે તેનું બીજું ઝોનલ ટાઇટલ જીત્યું હતું. તેણે ગયા વર્ષે ધારવાડ ખાતે જુનિયર બોયઝ ટાઇટલ જીત્યું હતું.

 

સેમિફાઇનલમાં માનુષ શાહે રિગાન અલ્બુકર્ક સામે સીધા સેટમાં વિજય હાંસલ કર્યો હતો  જ્યારે અનુરકરામ જૈને બે ગેમ ગુમાવ્યા બાદ પાયસ જૈનને હરાવ્યો હતો. ચોથી ગેમને બાદ કરતાં રિગાન ખાસ પ્રતિકાર કરી શક્યો ન હતો અને ગુજરાતના ખેલાડીએ સત્તાવાહી રમતનું પ્રદર્શન કર્યું હતું.

 

પરિણામો

ફાઇનલ :
માનુષ શાહ (ગુજરાત) જીત્યો વિરુદ્ધ અનુકરામ જૈન (પીએસબીબીએ) 12-10, 11-9, 7-11, 8-11, 11-8, 11-9.

Tags
Show More

Related Articles