Ahmedabad SportsCity Sports

અમદાવાદનો મિત્તલ શાહની ટીમ ઇન્ડિયા માટે પસંદગી, શ્રીલંકા સામેની સીરિઝ રમશે

Ahmedabad (SportsDiary.in) : ક્રિકેટનું નામ આવે એટલે બધા જ વિરાટ કોહલી, ધોની, સચિન સહીતના દિગ્ગજ ખેલાડીઓના નામ દિમાગમાં આવી જાય. અને તેમાં પણ જો ગુજરાતી ક્રિકેટરોના વાત આવે તો રવિન્દ્ર જાડેજા, પાર્થિવ પટેલ, અક્ષર પટેલ સહિતના અનેક ગુજરાતીઓના નામ સામે આવે. પણ જ્યારે બહેરા-મુંગા (Deaf Cricket) લોકોની ક્રિકેટની વાત આવે ત્યારે ભાગ્યે જ લોકોને તેના વિશે કે તેની ટીમના ખેલાડીઓ વિશે કઇ જ ખ્લાલ હશે.

ડેફ ક્રિકેટ (Deaf Cricket) ની રાષ્ટ્રીય ટીમમાં 500થી વધુ ખેલાડીઓ રમે છે
ત્યારે બહેરા-મુંગાની રાષ્ટ્રિય ક્રિકેટમાં ગુજરાતના ખેલાડીની પસંદગી થઇ છે તે જાણીને ગર્વ થશે. દિલ્હીમાં ‘ડેફ ક્રિકેટ એસોસિયેશન છે’ જેના હેઠળ આખા દેશમાં 500થી વધુ ખેલાડીઓ જોડાયેલા છે. અમદાવાદના 41 વર્ષીય મિત્તલ શાહ આવતા અઠવાડિયે આવી જ એક શ્રેણીમાં શ્રીલંકા સામે રમવાના છે. તેઓ 28 જાન્યુઆરીથી 3 ફેબ્રુઆરી દરમિયાન કોલંબો ક્રિકેટ સ્ટેડિયમ ખાતે 3 વનડે અને 1 T-20 રમશે.

જન્મથી સાંભળી અને બોલી શકતા નથી
મિત્તલ શાહ જન્મથી બોલી અને સાંભળી શકતા નથી. તેમણે 15 વર્ષથી ક્રિકેટ રમવાની શરૂઆત કરી હતી. તેઓ ઓલરાઉન્ડર છે, ફાસ્ટ બોલિંગ ઉપરાંત આક્રમક બેટિંગ કરે છે અને જનરલ કેટેગરીમાં પણ રમે છે. વિવિધ ટૂર્નામેન્ટમાં તેમણે ઘણા બધા ઇનામો જીત્યા છે. તેમને થોડા સમય પહેલા ડેફ ક્રિકેટ વિશે ખબર પડી હતી અને તેમાં જોડાયા હતા. તે ટૂર્નામેન્ટમાં બધા ખેલાડીઓ એકબીજા સાથે એક્શનથી જ વાતો કરતા હોય છે.

રાષ્ટ્રીય કક્ષાએ 30 ખેલાડીઓ પસંદ થયા, દિલ્હીમાં 15 શોર્ટલિસ્ટ થયા
ટૂર્નામેન્ટની પસંદગી માટે 8 રાજ્યોમાંથી 30 ખેલાડીઓને પસંદ કરવામાં આવ્યા હતા. ત્યારબાદ દિલ્હી ખાતે 30માંથી શ્રીલંકા સામેની સીરિઝ માટે 15 ખેલાડીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા. તે 30માંથી 5 ખેલાડીઓ ગુજરાતના હતા, પરંતુ પસંદગી માત્ર મિત્તલની થઇ હતી.

ટૂર્નામેન્ટમાં રમવા 50 હજાર આપવા પડે
બહેરા-મૂંગા ખેલાડીઓને સ્પોન્સરશિપ શોધવી પડે છે. તેમને સામાન્ય ક્રિકેટર્સની જેમ સ્પોન્સર્સ મળતા નથી. તેઓ પોતે 50 હજાર રૂપિયાનો ખર્ચો કરીને શ્રીલંકામાં ટૂર્નામેન્ટમાં રમવા જશે. તેઓ ઈચ્છે છે કે, તેમના જેવા ક્રિકેટર્સને પણ અન્યની જેમ સમાનતા મળે. અત્યારે તેઓ ડેફ ક્રિકેટ સોસાયટીનું પ્રતિનિધિત્વ કરે છે.

આ પણ વાંચો : Khelo India: સુરતની કલ્યાણીએ સ્વીમીંગમાં ગોલ્ડ જીતી ગુજરાતનો ડંકો વગાડ્યો

જાણો શું કહ્યું મિત્તલ શાહે…
મિત્તલે જણાવ્યું કે, બહેરા-મૂંગા ખેલાડીઓને મેનેજ કરવા ત્રણ પ્રાઇવેટ સંસ્થા ઉભી થઇ ગઈ છે. તેથી BCCI સપોર્ટ કરતું નથી. તેમની સરકાર સાથે વાત ચાલી રહે છે જેથી તેઓ ખેલાડીઓનો ખર્ચો ઉપાડે. તેમને કહેવામાં આવ્યું છે કે ત્રણમાંથી એક ગ્રુપ કરો તો અમે આગળ આવીને સપોર્ટ કરીશું.

Tags
Show More

Related Articles