Ahmedabad SportsCity Sports

અમદાવાદમાં 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય મેચ, ઇંગ્લેન્ડ મોટેરામાં 2 ટેસ્ટ અને 5 ટી20 મેચ રમશે

Ahmedabad (SportsDiary.in) : વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમને લઇને મોટા સમાચાર આવી રહ્યા છે. ગુજરાતના અમદાવાદમાં આવેલ વિશ્વના સૌથી મોટા ક્રિકેટ સ્ટેડિયમ સરદાર વલ્લભભાઇ પટેલ ક્રિકેટ (Motera Cricket Stadium) સ્ટેડિયમનું ઉદ્ધાટન મેચ ભારત અને ઇંગ્લેન્ડ (INDvENG) વચ્ચેની સીરિઝથી થશે. અમદાવાદમાં 5 વર્ષ બાદ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ડે નાઇટ ટેસ્ટ મેચની સીરિઝમાં બે મેચ અમદાવાદમાં રમાશે. જ્યારે 5 મેચની ટી20 સીરિઝની તમામ મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમ ખાતે રમાશે.

અમદાવાદમાં 2 ટેસ્ટ અને 5 ટી20 મેચ રમાશે.
તમને જણાવી દઇએ કે ઇંગ્લેન્ડનો ભારત પ્રવાસ ફ્રેબ્રુઆરીમાં શરૂ થશે. જેમાં 7 ફેબ્રુઆરી 2021 થી ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની શરૂઆત થશે. જેમાં શ્રેણીની ત્રીજી અને ચોથી ડે નાઇટ ટેસ્ટ મેચ અમદાવાદ ખાતેના સરદાર વલ્લભભાઇ પટેલ સ્ટેડિયમમાં (Motera Cricket Stadium) રમાશે. આ ટેસ્ટ મેચ પિંક બોલથી રમાશે. શ્રેણીની ત્રીજી ડે નાઇટ ટેસ્ટ મેચ 24 ફેબ્રુઆરીથી અમદાવાદમાં શરૂ થશે.

તો ટેસ્ટ સીરિઝ બાદ ભારત અને ઇંગ્લેન્ડ (INDvENG) વચ્ચે 5 મેચની ટી20 સીરિઝ પણ રમાશે. જો કે આ તમામ 5 ટી20 મેચ અમદાવાદના મોટેરા સ્ટેડિયમમાં જ રમાશે. ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે 3 વન-ડે મેચ, 4 ટેસ્ટ મેચ અને 5 ટી20 મેચની સીરિઝ રમાશે. જેની શરૂઆત ટેસ્ટ સીરિઝથી થશે. ત્યાર બાદ માર્ચમાં વન-ડે અને ટી20 સીરિઝ રમાશે.

ઉલ્લેખનીય છે કે, ગત ફેબ્રુઆરીમાં અમેરિકન પ્રેસિડેન્ટ ડોનાલ્ડ ટ્રમ્પ માટે યોજાયેલ ‘નમસ્તે ટ્રમ્પ’ના ભવ્ય કાર્યક્રમ બાદ બરાબર એક વર્ષે અમદાવાદનું સ્ટેડિયમ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ મેચ માટે સજ્જ થઈ ચૂક્યું છે.

આ પણ વાંચો : પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લીધો

મહત્વનું છે કે ગુજરાતમાં હાલ કોરોના વાયરસની સ્થિતી પહેલા કરતા સારી થઇ રહી છે. પરંતુ આવનારા સમયમાં સરકાર નક્કી કરશે કે આ મેચમાં દર્શકો સ્ટેડિયમમાં જઇને મેચ જોઇ શકશે કે નહીં. પરંતુ મળતી માહિતી પ્રમાણે સરકાર વિચારી રહી છે કે જો રાજ્યમાં સ્થિતી સારી હશે તો સ્ટેડિયમમાં સોશિયલ ડિસ્ટન્સની સાથે દર્શકોને સ્ટેડિયમમાં (Motera Cricket Stadium) બેસાડવામાં આવશે.

Tags
Show More

Related Articles