City SportsOther Cities Sports

નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ : આજે પુરૂષમાં પંજાબ અને સર્વિસ વચ્ચે ફાઇનલ જંગ

મહિલા કેટેગરીમાં તમિલનાડુ અને ઇન્ડિયન રેલવે વચ્ચે ફાઇનલ મેચ

12 જાન્યુઆરી, ભાવનગર (SportsDiary.in) : ભાવનગર ખાતે રમાઇ રહેલી ૬૯મી સિનિયર નેશનલ બાસ્કેટબોલ ચેમ્પિયનશિપ તેના અંતિમ તબક્કામાં પહોંચી ગઈ છે.  મેન્સ વિભાગની પહેલી સેમિ ફાઇનલમાં સર્વિસ ટીમે રોમાંચક મેચમાં કર્ણાટકને હરાવી ફાઇનલમાં વટ ભેર પ્રવેશ કર્યો હતો જ્યારે બીજી સેમિ ફાઇનલમાં તામિલનાડુ અને પંજાબ વચ્ચે ટાઈ બાદ મેચનું પરિણામ નક્કી કરવા માટે 5 મિનિટનો એક્સ્ટ્રા ટાઇમ લેવાયો હતો જેમાં પંજાબની ટીમે રોમાંચક તબક્કામાં ૭૦-૬૬થી વિજય મેળવી અને ફાઇનલમાં પ્રવેશ મેળવી લીધો છે.

આજે મહિલા વિભાગમાં તામિલનાડુ અને ઈન્ડિયન રેલવે વચ્ચે ફાઇનલ મેચ

ભાવનગરના સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના ઇન્ડોર સ્ટેડિયમ ખાતે મેન્સ વિભાગની બીજી સેમી ફાઇનલમાં ગત વર્ષની ચેમ્પિયન ટીમ તામિલનાડુને હાફ ટાઈમે પંજાબની ટીમે જોરદાર ટક્કર આપી અને ૨૯-૩૧થી પાતળી લીડ મેળવી લીધી હતી જોકે બીજા હાફમાં તામિલનાડુએ કમબેક કર્યું હતું છતાં મેચ ૬૧-૬૧થી ટાઈમાં પરિણમી હતી મેચનું પરિણામ નક્કી કરવા માટે પાંચ મિનિટનો એક્સ્ટ્રા ટાઇમ લેવાયો હતો જેમાં પંજાબની ટીમે ૭૦-૬૬ના સ્કોરથી મેચ જીતી લઈ અને ફાઈનલમાં જગ્યા બનાવી લીધી હતી પંજાબ વતી પાંચ મિનિટના એક્સ્ટ્રા ટાઈમમાં આક્રમણની જવાબદારી ખુદ સુકાની જગદીપસિંહે લઈ અને ૯ પૈકીના ૫ પોઇન્ટ ફટકારી ટીમને મેચ જીતાડી દીધી હતી.

Photo Source : Sports Diary

વિમેન્સ વિભાગની પ્રથમ સેમી ફાઇનલમાં કેરળની સ્ટાર ખેલાડી ઝીનાની પાછળ તામિલનાડુએ પુષ્પા અને દર્શનીને લગાવી દીધી હતી અને મધ્યાંતર  સમયે તામિલનાડુ પાસે ૩૩-૩૦ની પાતળી સરસાઇ હતી. ત્રીજા ક્વાર્ટરમાં તામિલનાડુએ ૫૯-૪૨ થી લીડ મેળવી લીધી હતી. તામિલનાડુએ ચોથા ક્વાર્ટરના અંતે ૬૫-૪૯થી કેરળને હાર આપી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી. વિમેન્સમાં બીજી સેમિ ફાઇનલ મેચ ઇન્ડિયન રેલવે આસાનીથી ૯૬-૫૫ ના સ્કોરથી છત્તીસગઢ ને પરાજય આપી ફાઇનલમાં જગ્યા બનાવી લીધી હતી.

Photo Source : Sports Diary

આજે પુરૂષ વિભાગમાં સર્વિસ અને પંજાબ વચ્ચે ફાઇનલ જંગ

અગાઉ મેન્સ વિભાગની પ્રથમ સેમીફાઇનલમાં કર્ણાટકને સર્વિસે પરાજય આપ્યો હતો. હાફ ટાઇમ સુધી ગત વર્ષની રનર્સઅપ ટીમ સર્વિસિસ સામે ૧૬ પોઇન્ટના અંતરથી પાછળ રહી ગયેલી કર્ણાટકની ટીમે ત્રીજા અને ચોથા ક્વાર્ટરમાં જોરદાર કમબેક કર્યું હતું અને સર્વિસીસની ટીમને પરસેવો છોડાવી દીધો હતો પરંતુ સર્વિસિસની ટીમે નિર્ણાયક પળોમાં થ્રી પોઇન્ટથી સ્કોર આગળ ધપાવ્યો હતો અને મેચ જીતી લીધી હતી. સર્વિસીઝ વતી નિખિલ કુમારે ૨૨ પોઇન્ટ મહિપાલ ૨૧ પોઇન્ટ અને જોગીન્દરે ૧૬ પોઇન્ટ ફટકાર્યા હતા જ્યારે કર્ણાટક વતી અરવિંદે ૨૧ પોઇન્ટ , હરીશે ૨૭ પોઇન્ટ નું  યોગદાન આપ્યું હતું .

કેટલા વાગે રમાશે ફાઇનલ મેચ

શનિવારે બપોરે ૧.૩૦ કલાકે વિમેન્સ વિભાગની ફાઇનલ મેચમાં તામિલનાડુ અને ઇન્ડિયન રેલવે ટકરાશે.
જ્યારે બપોરે ૩.૩૦ કલાકે મેન્સ વિભાગની ફાઇનલમાં સર્વિસિસને તામિલનાડુ વચ્ચે ટાઇટલ માટેનો જંગ ખેલાશે.

Tags
Show More

Related Articles