Ahmedabad SportsCity Sports

નેશનલ U15 બોયઝ અને ગર્લ્સ ચેસ ચેમ્પિયનશિપ : મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખ અને સંકલ્પ ગુપ્તા ચેમ્પિયન બન્યા

અમદવાદ : ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશનના સેક્રેટરી ભાવેશ પટેલ અને તેમની ટીમે શાનદાર ઢબે આ ટુર્નામેન્ટનું આયોજન કર્યું હતું અને ભાગ લેનારા તમામ ખેલાડી તથા વાલીઓએ તેમની વ્યવસ્થા તથા ટ્રાન્સપોર્ટની વ્યવસ્થાની પ્રશંસા કરી હતી. એસોસિયેશનના પ્રમુખ અજયભાઈ પટેલે આ નેશનલ ટુર્નામેન્ટના આયોજન માટે જરૂરી તમામ પ્રકારની સહાય કરી હતી. રાજપથ ક્લબ ખાતે યોજાયેલી અંડર-15 બોયઝ ચેસ ચેમ્પિયનશિપ માટે 20 વિજેતાઓ વચ્ચે 2,50,000 રૂપિયાના પુરસ્કાર એનાયત કરાયા હતા. ભાવેશ પટેલ, એસોસિયેશનના ઉપપ્રમુખ જયેશ મોદી અને મયૂર પટેલ તથા રાજપથ ક્લબના સેક્રેટરી મિશાલ પટેલે ટ્રોફી એનાયત કરી હતી.

ગર્લ્સ વિભાગમાં મહારાષ્ટ્રની દિવ્યા દેશમુખે દિલ્હીના સાન્યા મિશ્રાને હરાવીને 9.5 પોઇન્ટ હાંસલ કર્યા હતા. ઉત્તર પ્રદેશની સંસ્કૃતિ ગોયલ રનર્સ અપ રહી હતી. ઓડિશાની સાનિયા સલોનિકા અને મહારાષ્ટ્રની આશના માખીજા અનુક્રમે ત્રીજા અને ચોથા ક્રમે રહી હતી.

બોયઝ વિભાગમાં સંકલ્પ ગુપ્તા નવ પોઇન્ટ સાથે મોખરે રહ્યો હતો. બંગાળનો કૌસ્તુવ ચેટરજી બીજા ક્રમે રહ્યો હતો. તેલંગણાનો ઇરિગાસી અર્જુન ત્રીજા ક્રમે રહ્યો હતો. ગુજરાતની ધ્યાના પટેલ નવમા ક્રમે રહી હતી અને મોક્ષ દોશી તથા નૈતિક મહેતા બોયઝ વિભાગમાં અનુક્રમે 13 અને 15મા ક્રમે રહ્યા હતા.

પરિણામો
ગર્લ્સ : દિવ્યા દેશમુખ, સંસ્કૃતિ ગોયલ, સાઇના સલોનિકા, આશના માખીજા, સમૃદ્ધા ઘોષ.

બોયઝ : સંકલ્પ ગુપ્તા, કૌસ્તુવ ચેટરજી, ઇરાગિસી રાજુન, પી. ઇનિયાન, અરણ્યાક ઘોષ.

Tags
Show More

Related Articles