Ahmedabad SportsCity Sports

અમદાવાદમાં 1 ઓક્ટોબરથી નેશનલ અંડર-15 ચેસ સ્પર્ધાનો પ્રારંભ

અમદાવાદ : ગુજરાતમાં ક્રિકેટ બાદ અન્ય રમતોને પ્રાધાન્ય આપવાની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે ગુજરાત સ્ટેટ ચેસ એસોસિયેશન અને સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાતના સંયુક્ત ઉપક્રમે પહેલી ઓક્ટોબરથી અમદાવાદમાં વધુ એક પ્રતિષ્ઠિત એવી નેશનલ ચેસ ટુર્નામેન્ટનું આયોજન થઈ રહ્યું છે. રાજપથ ક્લબ ખાતે યોજાનારી આ ટુર્નામેન્ટ અંડર-15 ઓપન ચેસ અને અંડર-15 ગર્લ્સ ચેસ ટુર્નામેન્ટ તરીકે રમાશે. ટુર્નામેન્ટમાં દેશભરમાંથી લગભગ 250 જેટલા ખેલાડીઓ ભાગ લેશે જેમાંથી 200 જેટલા ખેલાડી નેશનલ ચેમ્પિયન અથવા તો જાણીતા ખેલાડીઓ છે.

જેમાં રિત્વિક રાજા, કુશાગ્ર મોહન, અરણ્યાક ઘોષ, કાર્થિક કુમાર, સલોનિક સાઇના, બોમ્બીની મોનિકા, ગુજરાતની ધ્યાના પટેલ, લક્ષ્મી સી., તનિશ્કા કોટીયા, ચિન્નમ વૈષ્ણવી, શ્રેયા સ્મૃતિ અને દિવ્યા દેશમુખનો સમાવેશ થાય છે. ગુજરાતના નૈતિક મહેતા, કર્તવ્ય અનડકટ, કૈરવ પરીખ, તિનાઝ મિસ્ત્રી, નિત્યા લહેરી, ઋત્વી શાહ, શિલ્પી માધાણી પણ રમશે. 11 રાઉન્ડની સ્વિસ સિસ્ટમથી રમાનારી અને 2.5 લાખની ઇનામી રકમ ધરાવતી આ ટુર્નામેન્ટનું પહેલી ઓક્ટોબરે ગુજરાત સ્ટેટ કો-ઓપ બેંકના ચેરમેન અને એસોસિયેશનના પ્રમુખ અજયભાઈ પટેલના હસ્તે ઉદઘાટન થશે. આ ટુર્નામેન્ટ 1 ઓક્ટોબરથી બપોરે 1 વાગે રાજપથ ક્લબમાં શરૂ થશે.

Tags
Show More

Related Articles