Ahmedabad SportsCity Sports

ધીરૂભાઇ અંબાણી ઇન્ટર કોલેજ અંડર 22 ટુર્નામેન્ટમાં ન્યુ એલ.જે. કોલેજ ચેમ્પિયન બન્યું

14 નવેમ્બર, (SportsDiary.in), અમદાવાદ : સેન્ટ્રલ બોર્ડ ઓફ ક્રિકેટ અમદાવાદ દ્રારા નવરંગપુરા ખાતે આવેલ ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાયેલી ધીરૂભાઇ અંબાણી ઇન્ટર કોલેજ ક્રિકેટ ટુર્નામેન્ટમાં અંડર 22 કેટેગરીની ફાઇનલમાં શહેરની ન્યુ એલ.જે. કોલેજે શાનદાર પ્રદર્શન કરતા શ્રી નારાયણ કોલેજને હરાવીને ચેમ્પિયન બની હતી. એલ.જે. કોલેજે 176 રનના જંગી માર્જીનથી ચેમ્પિયન બની હતી.

ફાઇનલ મેચમાં ન્યુ એલ.જે. કોલેજે પહેલા બેટિંગ કરતા 9 વિકેટના ભોગે 251 રન કર્યા હતા. જેમાં ભાવિને 72 રન અને ધવન પંડ્યાએ 52 રનનું મહત્વનું યોગદાન આપ્યું હતું. નારાયણ કોલેજ તરફથી અંશ પટેલે સૌથી વધુ 4 વિકેટ ઝડપી હતી. જવાબમાં શ્રી નારાયણ કોલેજની શરૂઆત સારી રહી ન હતી અને પુરી ટીમ માત્ર 75 રનના સ્કોર પર જ ઓલ આઉટ થઇ ગઇ હતી. નારાયણ કોલેજના ગૌરવ દેવાંથે સૌથી વધુ 20 રન કર્યા હતા. જ્યારે ટીમના અન્ય ખેલાડીઓ વ્યક્તિગત 4 રન કરતા પણ ઓછા સ્કોર પર આઉટ થઇ ગયા હતા. તો ટીમના 3 ખેલાડીઓ શુન્ય રને જ આઉટ થયા હતા. ન્યુ એલ.જે. કોલેજ ટીમના રુશિલ ચાવડાએ સૌથી વધુ 5 વિકેટ ઝડપી હતી.

સ્કોર બોર્ડ :

ન્યુ એલ.જે. કોલેજ : 251/9, ઓવર : 50. (ભાવિન ઇગલે : 72 રન, ધવલ પંડ્યા : 52 રન, અંશ પટેલ : 53 રનમાં 4 વિકેટ)

શ્રી નારાયણ કોલેજ : 75/10, ઓવર : 22.5, (ગૌરવ દેવાંશ – 20 રન, રૂશીલ ચાવડા : 39 રનમાં 5 વિકેટ)

Tags
Show More

Related Articles