City SportsRajkot Sports

ગુજરાતમાં રાજકોટની નિરીહાબા જાડેજા વિશ્વની ટોચની ટેનીસ એકેડેમીમાં ટ્રેનીંગ માટે પસંદગી પામી

આ પહેલા મયસુરનો મુસ્તફા Rick Macci ટેનીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઇ ચુક્યો છે

26 એપ્રિલ (Sports Diary), અમદાવાદ : ગુજરાત હવે રમત ક્ષેત્રે હરણફાલ ગતી કરી રહ્યું છે. ક્રિકેટ બાદ અન્ય રમતોમાં પણ લોકો આગળ વધી રહ્યા છે. ત્યારે રાજકોટમાં માત્ર 6 વર્ષની બાળકીએ પણ રમતમાં પોતાની કારકિર્દી ઉજળી કરવા માટે આગળ વધી છે. રાજકોટમાં 6 વર્ષની નિરીહાબા જાડેજા અમેરીકાની નંબર વન રેંડી મની ટેનીસ એકેડેમીમાં પસંદગી પામી છે. આગામી વર્ષ 2019માં નિરીહાબા જાડેજા અમેરીકાના ફ્લોરીડા શહેરમાં  Rick Macci ટેનીસ એકેડેમીમાં તાલિમ લેવા માટે જશે. નિરીહાબા ગુજરાતની પહેલી ખેલાડી છે જે આ એકેડેમીમાં પસંદગી પામી છે. તો ભારતમાં દિલ્લીનો અરૂણ પ્રકાશ આ પહેલા રેંડી મની ટેનીસ એકેડેમીમાં ટ્રેનીંગ લઇ ચુક્યો છે.

Photo Source : Facebook

પિતા ક્રિપાલસિંહ અને તા શિતલબા જાડેજાના જણાવ્યા અનુસાર નિરીહાબા 3 વર્ષની હતી ત્યારથી જ તેનામાં ટેનીસની રમતમાં ટેલેન્ટ જોવા મળ્યું હતું. તે સમયથી જ તેની રમત સુધરે તે માટે યોગ્ય પ્લેટફોર્મ પુરૂ પાડ્યું હતું. અમેરીકામાં જાણીતી ટેનીસ એકેડેમીમાં તેના માતા-પિતાએ નિરીહાનો ટેનીસ રમતા વિડીયો મોકલ્યો હતો. આ વિડીયો જોઇને એકેડેમીના કોચ નિરીહાની રમતથી પ્રભાવિત થયા હતા અને તેને વધુ ટ્રેનીંગ માટે આમંત્રણ આપ્યું હતું. જોકે શિતલબાના કહેવા પ્રમાણે આ ટેનીસ એકેડેમીમાં 6 કે તેથી વધુ ઉમરના ખેલાડીઓને ટ્રેનીંગમાં લેવામાં આવે છે. એટલા માટે હાલ નિરીહાબાને 6 વર્ષના થવામાં 6 મહિના બાકી છે. જેથી 6 મહિના બાદ તેને આ એકેડેમીમાં ટ્રેનીંગ લેવા માટે મોકલવામાં આવશે. નિરીહાની ટેનીસ ટ્રેનીંગ દરમ્યાન અમેરીકાની દિગ્ગજ મહિલા ખેલાડી સેરેના અને વિનસ વિલિયમ્સ બહેનો પાસેથી પણ ટ્રેનીંગનો લાભ લેશે.

Photo Source : Facebook

શું છે Rick Macci ટેનીસ એકેડેમી
રીક મક્કી ટેનીસ એકેડેમી અમેરીકાની ટોચની ટેનીસ એકેડેમી ગણવામાં આવે છે. આ એકેડેમીમાં નાના બાળકોને 6 વર્ષના બાળકોને ટેનીસની ટ્રેનીંગ આપવામાં શરૂઆત કરવામાં આવે છે. આ એકેડેમીમાં તમામ સ્કીલ અને હાઇ પરફોરમન્સની ટ્રેનીંગ આપવામાં આવે છે. જોકે મહત્વની વાત એ છે કે આ ટેનીસ એકેડેમીના માલિક રીકી મક્કીને વર્ષ 2010માં USPTA હોલ ઓફ ફેન અવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. તો Rick Macci અમેરીકાના હાલના પ્રેસીડેન્ટ ડોનાલ્ડ ટ્રંપ ના ટેનીસ રમતના કંસલટંટ તરીકે કામ કરી ચુક્યા છે.

Photo Source : Google

મહત્વની વાત એ છે કે આ ટેનીસ એકેડેમીમાં અમેરીકાની સ્ટાર મહિલા ખેલાડી સેરેના અને વિનસ વિલિયમ્સ, એંડી રોડ્રીક, મારીયા શારાપોવા, ટોર્નાડો બ્લેક સહીતના અનેક દિગ્ગજ ખેલાડીઓ ટ્રેનીંગ લઇ ચુક્યા છે અને આજના સમયે આ તમામ લોકો આ એકેડેમીમાં યુવા પ્રતિભાઓને ટેનીસમાં આગળ વખવા માટે ટીપ્સ અને ટ્રેનીંગ પણ આપતા હોય છે.

Tags
Show More

Related Articles