Ahmedabad SportsBaroda SportsCity SportsRajkot SportsSurat Sports

ફુટબોલ પ્રેમીઓ માટે ખુશખબર, ભારતના ચાર રાજ્યો બાદ ગુજરાતમાં શરૂ થઇ રહી છે બેબી લીગ

19 ઓગષ્ટ, (SportsDiary.in), અમદાવાદ : ગુજરાત જ નહી પરંતુ પુરા ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત હોય તો તે માત્ર ક્રિકેટ છે. તેવા સમયે ફુટબોલની રમત દેશમાં ધીમે ધીમે લોકપ્રિય થતી જઇ રહી છે. જો કે હાલ ફુટબોલની રમત દક્ષિણ ભારત અને પુર્વ ભારતમાં વધુ લોકપ્રિય છે. ત્યારે આ રમતને પુરા ભારતમાં લોકપ્રિય બનાવવા માટે ભારતીય ફુટબોલ ફેડરેશન અથાગ મહેનત કરી રહ્યું છે. જેના ભાગ રૂપે ભારતીય ફુટબોલ ફેડરેશને નાના બાળકોમાં ફુટબોલની રમત લોકપ્રિય બનાવવા માટે બેબી લીગનું આયોજન કર્યું છે. જેમાં અગલ અગલ રાજ્યોમાં આ બેલી લીગનું આયોજન થઇ રહ્યું છે.

ક્યા રાજ્યોમાં થયું બેબી લીગનું આયોજન…?

Photo Source : Twitter

હાલ ભારતમાં ચાર રાજ્યોમાં બેબી લીગનું આયોજન થઇ ચુક્યું છે. ભારતમાં મિઝોરમ, મહારાષ્ટ્ર, મેઘાલય અને બેંગલોરમાં બેબી લીગનું આયોજન થઇ ચુક્યું છે. આ તમામ જગ્યાઓ પર બેબી લીગમાં મોટી સંખ્યામાં બાળકોએ ભાગ લીધો હતો અને તેને સફળ બનાવી હતી.

શું છે બેબી લીગ…?

Photo Source : Twitter

બેબી લીગ એ નાના બાળકોમાં ફુટબોલ રમતની લોકપ્રિયતા વધારવા માટેનો એક પ્રયાસ છે. જેના કારણે નાના બાળકો પહેલાથી જ ફુટબોલની રમતમાં આગળ વધે અને મોટા થયા બાદ આ રમતને પોતાની કારકિર્દી તરીકે પંસદ કરે. બેબી લીગમાં 4 થી 14 વર્ષના બાળકો ભાગ લઇ શકે છે અને શહેર કક્ષાએ નોંધનીય પ્રદર્શન કર્યા બાદ તેમને આગળ રમવાની પણ તક મળે છે.

ગુજરાતમાં ક્યારે અને ક્યા રજીસ્ટ્રેશન થશે

Photo Source : Twitter


ગુજરાતમાં IndiFoot ફુટબોલ કંપની કે જે ગુજરાત સ્ટેટ ફુટબોલ એસોશિએશન મારફતે રજીસ્ટર્ડ છે. આ IndiFoot ગુજરાતમાં બેબી લીગનું આયોજન કરી રહ્યું છે. બેબી લીગ ગુજરાતમાં પહેલા અમદાવાદ શહેરમાં થશે અને ત્યાર બાદ ગુજરાતના બરોડા, રાજકોટ અને સુરત શહેર ખાતે યોજાશે. અમદાવાદમાં બેબી લીગમાં રમવા માટે રજીસ્ટ્રેશન 26 ઓગષ્ટથી 15 સપ્ટેમ્બર દરમ્યાન www.indifoot.com  તથા તેના સોશિયલ મીડિયા હેન્ડર www.twitter.com/indifoot તથા ફેસબુક પેજ www.facebook.com/Indifoot/ અને kushalrathore@indifoot.com પર મેલ કરીને પણ રજીસ્ટ્રેશન થઇ શકે છે. બેબી લીગમાં રજીસ્ટ્રેશન કરાવવા માટે બાળકોની વય મર્યાદા 4 થી 12 વર્ષની રાખવામાં આવી છે. મહત્વની વાત એ છે કે બેબી લીગમાં રમવા માટે કોઇ ટીમની જરૂર નથી વ્યક્તિગત ખેલાડીઓ પણ આમાં રજીસ્ટ્રેશન કરાવી શકે છે. ગુજરાતના અમદાવાદ શહેરમાં 30 સપ્ટેમ્બરથી આ બેબી લીગની શરૂઆત થશે. આ ટુર્નામેન્ટ દરમ્યાન જ ગુજરાતના અન્ય શહેરોમાં ક્યારે બેબી લીગનું રજીસ્ટ્રેશન શરૂ થશે તેની માહિતી આપવામાં આવશે.

ગુજરાતમાં થતી સ્પોર્ટસ એક્ટિવિટી જાણવા માટે Subscribe કરો : www.SportsDiary.in

Tags
Show More

Related Articles