Ahmedabad SportsCity Sports

સ્ટેટ ઓપન રેકિંગ બિલિયર્સડ-સ્નુકર ચૈમ્પ.માં સ્ટાર વિશાલ અને મનનની આગેકુચ

અમદાવાદ : અમદાવાદમાં છેલ્લા 1 મહિનાથી ચાલી રહેલી ગુજરાત સ્ટેટ ઓપન રેકિંગ સ્નુકર અને બિલિયર્ડસ ટુર્નામેન્ટ 2017 હવે તેના અંતિમ ચરણમાં આવી પહોચ્યું છે. શહેરના કર્ણાવતી ક્લબમાં રમાય રહેલી ટુર્નામેન્ટમાં હાલ સિનીયર કેટેગરીમાં ટોપ 16 વર્ગની સ્નુકરની મેચ ચાલી રહી છે.

જેમાં રવિવારે રમાયેલી બેસ્ટ 5 ફ્રેમ મેચમાં ચાર ગેમ રમાઇ હતી. જેમાં ચિરાગ બારડે શાનદાર રમત રમતા અનીષ અનંદાણીને 3-2 થી હાર આપી હતી. જો અન્ય મેચમાં ટુર્નામેન્ટમાં ત્રીજો સીડ ગણાતા એવા જોહ્નસન નરસીદાણીએ પોતાની શાનદાર રમતથી કરમેશ પટેલ સામે 3-1 થી આસાન જીત મેળવી હતી. તો ટુર્નામેન્ટમાં અન્ય એક બીજો સીડ ગણાતો ખેલાડી મનન અતીતે પણ હરીત પરીથને 3-1 થી હાર આપી હતી. તો રવિવારની અંતિમ મેચમાં જેનીલ પટેલે પણ નવિશાલ બારડ સામે 3-0 થી આસાન જીત મેળવી હતી.

ટુર્નામેન્ટમાં સોમવારની રમતની વાત કરીએ તો રાઉન્ડ રોબીન લીગ સ્ટેજમાં બેસ્ટ 5 ફ્રેમની રમતમાં ત્રણ મેચ રમાઇ હતી. જેમાં મનન અતીતે વિશાલ બારડને 3-0 થી હાર આપી હતી. તો ટુર્નામેન્ટના ટોપ સીડેડ એવા વિશાલ ગુનડ્રેચાએ ચિરાગ બારડને 3-0 ના સ્કોરથી માત આપી હતી અને અંતમ મેચમાં ભાવીન સોનૈયાએ નૈમેશ જાધવને પણ 3-0 થી માત આપી હતી.

Tags
Show More

Related Articles