Ahmedabad SportsCity Sports
પાર્થિવ પટેલે ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સન્યાસ લીધો

Ahmedabad (SportsDiary.in) : ટીમ ઇન્ડિયા (Team India) માટે 2020 નું વર્ષ ઘણું ઉતાર ચઢાવ ભર્યું રહ્યું. 2020 ના વર્ષમાં ટીમ ઇન્ડિયાના દિગ્ગજ ક્રિકેટ એવા મહેન્દ્ર સિંહ ધોની અને સુરેશ રૈનાએ ક્રિકેટને અલવિદા કહ્યું. ત્યારે હવે ટીમ ઇન્ડિયાના ગુજરાતી ક્રિકેટર અને વિકેટ કીપર પાર્થિવ પટેલ (Parthiv Patel) એ પણ ક્રિકેટને અલવિદા કહ્યું છે. પાર્થિવ પટેલે ભાવુક ટ્વીટ કરીને ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી નિવૃતીની જાહેરાત કરી છે.
— parthiv patel (@parthiv9) December 9, 2020
ગુજ્જુ ક્રિકેટર પાર્થિવ પટેલ (Parthiv Patel) એ ટેસ્ટ ક્રિકેટમાં માત્ર 17 વર્ષ અને 152 દિવસે ક્રિકેટના મેદાનમાં પદાપર્ણ કરતા તમામને ચોકાવી દીધા હતા. પાર્થિવ પટેલે આજે ભાવુક ટ્વીટ કરીને પોતાના દિલની વાત કહી હતી.
જાણો, પાર્થિવ પટેલે શું કહ્યું,
પાર્થિવ પટેલ (Parthiv Patel) એ ભાવુક ટ્વિટ કરતા લખ્યું કે, “હું આજે મારી 18 વર્ષ લાંબી ક્રિકેટ કારકિર્દીને અલવિદા કહી રહ્યો છું. મારા પર ભરોસો કરતા 17 વર્ષની ઉમરમાં ટીમ ઇન્ડિયા માટે રમવાની તક આપવા બદલ ભારતીય ક્રિકેટ બોર્ડનો આભારી છું.”
ગુજ્જુ ક્રિકેટર પાર્થિવ પટેલ (Parthiv Patel) એ વધુમાં લખ્યું કે, “મારી પુરી કારકિર્દી દરમ્યાન ભારતીય ક્રિકેટ બોર્ડે જે રીતે મારો સાથ આપ્યો તેના માટે દિલથી આભારી છું. તે તમામ સુકાનીઓનો હું આભાર માનું છું તેમની આગેવાનીમાં ટીમ ઇન્ડિયામાં મને રમવાની તક મળી. દાદા નો હું હંમેશા આભારી રહીશ. એક સુકાની તરીકે સૌરવ ગાંગુલીએ હંમેશા મારો સાથ આપ્યો અને તેમની સાથે રમવાનું સૌભાગ્ય મળ્યું.
પાર્થિવ પટેલના સુકાની પદ હેઠળ ગુજરાત રણજી ટીમે 2016-17 માં રણજી ટ્રોફીનો ખિતાબ જીત્યો છે. તે ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહનો પહેલો સુકાની રહી ચુક્યો છે. જેની સાથે વર્ષ 2013 માં સૈયદ મુશ્તાક અલી ટ્રોફી રમી હતી.
આ પણ વાંચો : સુરતના 217 લોકોએ 72,719 કિમી સાઇકલ ચલાવી
પાર્થિવ પટેલનો ક્રિકેટ રેકોર્ડઃ
પાર્થિવ પટેલ (Parthiv Patel) એ ટેસ્ટ ક્રિકેટમાં પોતાની કારકિર્દીમાં 31.13 ની ઓવરેજથી 934 રન કર્યા. તો વિકેટ કીપર તરીકે તેણે 62 કેચ પકડ્યા અને 10 સ્ટંપીંગ પણ કર્યા. તો વન-ડે ક્રિકેટની વાત કરીએ તો તેણે 23.74 ની એવરેજથી 4 અડધી સદી ની સાથે 736 રન કર્. વિકેટ કીપર તરીકે તેણે 30 કેચ પકડ્યા અને 9 સ્ટંપીંગ કર્યા.